ભારતીય એથ્લેટ દુતી ચંદ પર ડોપિંગ કેસમાં ચાર વર્ષનો પ્રતિબંધ

Spread the love

દુતી પર લાદવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ જાન્યુઆરી 2023થી ધ્યાનમાં લેવામાં આવશે


નવી દિલ્હી
ભારતીય એથ્લેટ દુતી ચંદ પર એનએડીએએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ડોપિંગના કારણે મૂકવામાં આવ્યો છે. દુતીનો ટેસ્ટ થયો હતો જેમાં સિલેક્ટિવ એન્ડ્રોજન રીસેપ્ટર મોડ્યુલેટર મળી આવ્યા હતા. દુતી પર લાદવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ જાન્યુઆરી 2023થી ધ્યાનમાં લેવામાં આવશે. તેણે વર્ષ 2021માં ગ્રાન્ડ પ્રિકસમાં 100 મીટરની દોડ 11.17 સેકન્ડમાં પૂરી કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. દુતીએ ઘણી ઈવેન્ટોમાં સારું પ્રદર્શન કર્યું છે.
દુતીએ એશિયન ગેમ્સ 2018માં 100 મીટર અને 200 મીટરમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. નાડાના અધિકારીઓએ ગયા વર્ષે દુતીના સેમ્પલ લીધા હતા. દુતીના પ્રથમ સેમ્પલમાં એન્ડારીન, ઓસ્ટારીન અને લિંગન્ડ્રોલ મળી આવ્યા છે. બીજા નમૂનામાં એન્ડારિન અને ઓસ્ટારિન મળી આવ્યા છે. દુતીને બી સેમ્પલ ટેસ્ટ આપવાની તક મળી હતી. આ માટે તેને 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ દુતીએ આવું ન કર્યું.
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (એનએડીએ) દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં દુતીને સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ કારણે તે અત્યાર સુધીની તમામ સ્પર્ધામાંથી બહાર રહી હતી. તે હાલમાં રાષ્ટ્રીય શિબિરનો ભાગ ન હતી. દુતીનો ટેસ્ટ 5 ડિસેમ્બર 2022ના રોજ ભુવનેશ્વરમાં લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય વાત એ છે કે, દુતી ચંદે મજબૂત પ્રદર્શનના આધારે અનેક અવસર પર તિરંગો લહેરાવ્યો છે. તેણે એશિયન ગેમ્સ 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 100 મીટર અને 200 મીટરમાં બે મેડલ જીત્યા. આ પહેલા તેણે પુણેમાં એશિયન ચેમ્પિયનશિપ 2013માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 2017માં ભુવનેશ્વરમાં પણ બ્રોન્ઝ જીતી ચૂકી છે. દુતીએ સાઉથ એશિયન ગેમ્સ 2016માં 100 મીટરની દોડ માટે સિલ્વર મેડલ મળ્યો હતો. આ સાથે 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Total Visiters :176 Total: 1095535

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *