ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર 23 ઓગસ્ટે લેન્ડ થશે, ચંદ્રની ધરતી પર લેન્ડ થયા બાદ રોવર ત્યાંની આબોહવા, સિસ્મિક એક્ટિવિટી અને ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી આપશે
નવી દિલ્હી
લેન્ડર મોડ્યુલના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ ચંદ્રયાન-3 મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર લેન્ડર ઈમેજર દ્વારા લેવામાં આવી છે. આ તસવીર 17 ઓગસ્ટે લેન્ડર ઈમેજરમાં ફીટ કરવામાં આવેલા કેમેરા-1 દ્વારા લેવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે (17 ઓગસ્ટ) લેન્ડરને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવ્યું હતું.
જાણકારી મુજબ થોડીવારમાં લેન્ડર મોડ્યુલ ડીબૂસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થયા પછી ચંદ્રની નીચેની ભ્રમણકક્ષામાં ઉતરશે. આ પછી લેન્ડર ધીમી ગતિ સાથે આગળ વધશે. જણાવી દઈએ કે ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યુ હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અનુસાર, લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે.
લેન્ડર ગુરુવારે (17 ઓગસ્ટ) ના રોજ પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ થયું હતું. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર અને રોવર છે. વિક્રમ લેન્ડરને આ મિશનમાં આશરે 100 કિમીનું અંતર કાપવાનું છે. લેન્ડર હવે તેની ઉંચાઈ ઘટાડીને અને ગતિ ધીમી કરીને આગળ વધશે.
ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થયા બાદ 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, લેન્ડરને 23 ઓગસ્ટની સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ ચંદ્ર પર ઉતરવાનું છે. 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને બપોરે 1:15 વાગ્યે લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું.
ચંદ્રયાન-3 ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર 23 ઓગસ્ટે લેન્ડ થશે. 17 તારીખે લેન્ડર અને રોવર અલગ પડ્યા બાદ 23 તારીખે વિક્રમ લેન્ડર ચંદ્રની જમીન પર ઉતરશે. લેન્ડિંગની અંતિમ 17 મિનિટ તમામ વૈજ્ઞાનિકો માટે અતિ મહત્વની રહેશે. ચંદ્રની ધરતી પર લેન્ડ થયા બાદ રોવર ત્યાંની આબોહવા, સિસ્મિક એક્ટિવિટી અને ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી આપશે.
ચંદ્રની સફર માનવીને બીજા વિશ્વમાં જીવવાનો અને કામ કરવાનો પ્રથમ અનુભવ પ્રદાન કરશે. આ સફર અમને તાપમાન અને અવકાશના અત્યંત કિરણોત્સર્ગમાં અદ્યતન સામગ્રી અને સાધનોનું પરીક્ષણ કરવાની મંજૂરી આપશે. મનુષ્યો શીખશે કે માનવ કાર્યોમાં મદદ કરવા, દૂરસ્થ સ્થાનોનું અન્વેષણ કરવા અને જોખમી વિસ્તારોમાં માહિતી એકત્રિત કરવા માટે રોબોટ્સનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો.
નાસા મુજબ છે કે, ચંદ્ર પર સફળતાપૂર્વક હાજરી સ્થાપિત કરીને, મનુષ્ય પૃથ્વી પરના જીવનને વધારશે અને આપણા બાકીના સૌરમંડળ અને તેની બહારની શોધ કરવા માટે તૈયાર થશે.
પૃથ્વી કરતાં ઓછા ગુરુત્વાકર્ષણ અને વધુ રેડિયેશનવાળા વાતાવરણમાં અવકાશયાત્રીઓને સ્વસ્થ રાખવું તબીબી સંશોધકો માટે એક મોટો પડકાર છે. ચંદ્રનું અન્વેષણ તકનીકી નવીનતાઓ અને એપ્લિકેશનો અને નવા સંસાધનોના ઉપયોગ માટે નવી વ્યવસાય તકો પણ પ્રદાન કરે છે. આખરે, ચંદ્ર પર ચોકીઓ સ્થાપવાથી મનુષ્યો અને સંશોધકોને પૃથ્વીની બહારના ગ્રહો અને ઉપગ્રહોની શોધખોળમાં વિસ્તૃત મદદ મળશે.