નોઈડામાં દોડતી કારમાં સનરૂફ ખોલી સ્ટંટ કરનારને 26000નો દંડ

Spread the love

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારના સનરૂફમાંથી બહાર આવ્યો છે અને તે સંપૂર્ણપણે ઝૂમી રહ્યો હતો


નોઈડા
હાલ કારમાં સનરૂફનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, તેની સાથે જ લોકો કારનું સનરૂફ ખોલીને રસ્તાની વચ્ચે ઝૂમતા પણ જોવા મળે છે. પરંતુ તાજેતરના એક કિસ્સામાં એક વ્યક્તિને કારનું સનરૂફ ખોલીને સ્ટંટ બતાવવુ ભારે પડ્યું હતું. હાલમાં જ નોઈડાના સેક્ટર 18માં એક વ્યક્તિ રોડ પર દોડતી કારનું સનરૂફ ખોલીને સ્ટંટ કરી રહ્યો હતો, જેના કારણે ટ્રાફિક પોલીસે કારના માલિકને 26,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
એક યુઝરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) પર 16 ઓગસ્ટના રોજ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સફેદ રંગની કારના સનરૂફમાંથી બહાર નીકળી રહ્યો હતો. રસ્તાની વચ્ચે થઈ રહેલા સ્ટંટનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. મળેલી માહિતી અનુસાર આ ઘટના નોઈડા સેક્ટર 18ની છે, જ્યાં મંગળવારે કારમાં સવાર કેટલાક લોકો આ પ્રકારનો સ્ટંટ કરી રહ્યા હતા.
સોશ્યલ મીડિયા પર આ વીડિયોની નોંધ લેતા નોઈડા ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વાહનની ઓળખ કરી 26,000 રૂપિયાનું દંડ ફટકાર્યું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારના સનરૂફમાંથી બહાર આવ્યો છે અને તે સંપૂર્ણપણે ઝૂમી રહ્યો હતો. રસ્તાની વચ્ચે ચાલતી કારમાં આવો સ્ટંટ ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. આ દરમિયાન અન્ય એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો.
કાર માલિક વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે નોઈડા ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ચલણ જારી કર્યા છે. જેમાં ખતરનાક વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન પહેરવો, ઈન્ડીકેટર વગર લેન બદલવી, જાહેર સ્થળે પરવાનગી વગર રેસ લગાવવી, કલમ 3 અને 4ના નિયમોના ઉલ્લંઘન જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નિયમોના ભંગના કિસ્સામાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Total Visiters :117 Total: 1091666

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *