મૂડીસ દ્વારા ભારતીય અર્થતંત્રની પ્રસંશા, બીએએ3 રેટિંગ જાળવી રાખ્યું

Spread the love

મૂડીસ ઇન્વેસ્ટર્સ સર્વિસે જાહેર કરેલા તેના અહેવાલમાં ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ જાળવી રાખીને ભારતનું રેટિંગ અને આઉટલુક યથાવત રાખ્યો


નવી દિલ્હી
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેને વિશ્વ બેંકથી લઈને આઈએમએફ સુધીની તમામ રેટિંગ એજન્સીઓએ સ્વીકારી છે. હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીસ તરફથી પણ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. મૂડીસએ ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરતા બીએએ3 રેટિંગ જાળવી રાખ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ દર ઘટ્યો છે.
લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જ્યાં યુરોપના ઘણા દેશોની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે, ત્યાં ભારત શાનદાર વિકાસ દર સાથે આગળ વધી રહ્યું છે. મૂડીસ ઇન્વેસ્ટર્સ સર્વિસે ગઈકાલે જાહેર કરેલા તેના અહેવાલમાં ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ જાળવી રાખીને ભારતનું રેટિંગ અને આઉટલુક યથાવત રાખ્યો છે. મૂડીસના મતે ભારતીય અર્થવ્યવસ્થા આ ગતિએ આગળ વધતી રહેશે. આ સાથે રેટિંગ એજન્સીએ ભારતના લાંબા ગાળાના સ્થાનિક અને વિદેશી ચલણ રેટિંગ તેમજ સ્થાનિક-ચલણ સિનિયર અસુરક્ષિત રેટિંગ બીએએ3 પર જાળવી રાખ્યું છે. આ ઉપરાંત ભારતના ટૂંકા ગાળાનું સ્થાનિક ચલણ રેટિંગ પણ P-3 પર સ્થિર રાખવામાં આવ્યું છે.
ભારત પરનો રેટિંગ એજન્સી મૂડીસનો આ વિશ્વાસ પુષ્ટિ કરે છે કે દેશની અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર છે. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝડપી ગતિએ આગળ વધવા છતાં છેલ્લા 7થી 10 વર્ષમાં ભારતના સંભવિત વિકાસ દરમાં ઘટાડો થયો છે. મૂડીસએ પણ ભારત પર વધી રહેલા દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. પરંતુ તેની સાથે મૂડીસએ કહ્યું છે કે ઉચ્ચ GDP વૃદ્ધિને કારણે આવકનું સ્તર પણ વધી રહ્યું છે અને આર્થિક સ્થિરતા જોવા મળી રહી છે.
મૂડીસનો અહેવાલ જણાવે છે કે બીએએ3 રેટિંગ અને સ્થિર આઉટલૂકમાં નાગરિક સમાજ અને રાજકીય અસંમતિમાં ઘટાડો પણ સામેલ છે, જે સ્થાનિક રાજકીય જોખમોને કારણે વધુ વકરી છે. એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ભારત તમામ જી-20 દેશો કરતાં વધુ વૃદ્ધિ દર હાંસલ કરશે. તેનું મુખ્ય કારણ સ્થાનિક માંગમાં વધારો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આ ઝડપી વૃદ્ધિ દરને કારણે ઓછી આવકમાં વધારો થશે, જે આર્થિક મજબૂતી તરફ દોરી જશે. મૂડીસ અનુસાર હવે ભારતનો વિકાસ દર 6 ટકાથી 6.5 ટકા રહી શકે છે.

Total Visiters :122 Total: 1093577

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *