ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચન્દ્રયાન-3નું સ્વાગત કર્યું, બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો

Spread the love

લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો, આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે


નવી દિલ્હી
ભારતનું ચન્દ્રયાન મિશન ચન્દ્ર તરફ સતત આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક સ્થાપિત થયો હતો. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચન્દ્રયાન-3નું સ્વાગત કર્યું છે. બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડીંગ વિષે પણ એક મહત્વની અપડેટ આપી છે.
ઈસરોએ આજે ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગે નવીનતમ અપડેટ પણ બહાર પાડી છે. તેમણે જણાવ્યું કે લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે. ઈસરોએ એ પણ માહિતી આપી હતી કે, લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.
ઈસરોના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે આ વખતે અવકાશયાન કોઈ પણ સંજોગે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરશે. સૌપ્રથમ ઈસરોના ચીફ એસ. સોમનાથ અને પછી ચંદ્રયાન-2 અને 3ના પ્રક્ષેપણ સમયે ઈસરોના સહયોગી એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીએ પણ દાવો કરતા કહ્યું હતું કે, ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા અને આ રીતે ચન્દ્રયાન-3 બનાવ્યું.

Total Visiters :100 Total: 1095528

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *