હરિયાણાના ફેમસ સિંગર રાજુ પંજાબીનું નિધન

Spread the love

હરિયાણવી સિંગર રાજુ પંજાબી ‘દેશી-દેશી ના બોલ્યા કર છોરી રે’ ગીતથી સમગ્ર દેશમાં ફેમસ થઈ ગયા હતા

હિસાર

હરિયાણાના ફેમસ સિંગર રાજુ પંજાબીનું નિધન થઈ ગયું છે. રાજુ પંજાબી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. હિસારની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બીમારીના કારણે તેમણે 40 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા છે અને દુનિયાને અલવિદા કહી દીધું છે. 

હરિયાણવી સિંગર રાજુ પંજાબીનું આજે તેમના પૈતૃક ગામ રાવતસરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજુ પંજાબીનું નિધન હરિયાણા મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી માટે ઘણી મોટી ક્ષતિ છે. રાજુ પંજાબી અને હરિયાણવીમાં અનેક હિટ ગીત ગાઈ ચૂક્યા છે. તેઓ કમળાથી પીડિત હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ પાછી અચાનત તેમની તબિયત લથડતા તેમને બીજી વખત દાખલ કરવામાં આવ્યા હતા.

રાજુ પંજાબીના આમ અચાનક નિધનથી તેમના ફેન્સ અને પરિવાર આઘાતમાં છે. હરિયાણવી સિંગર રાજુ પંજાબી ‘દેશી-દેશી ના બોલ્યા કર છોરી રે’ ગીતથી સમગ્ર દેશમાં ફેમસ થઈ ગયા હતા. રાજુ પંજાબીને હરિયાણા ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાં પણ ખૂબ સાંભળવામાં આવતા હતા. તેઓ હરિયાણાનો ફેમસ ચહેરો હતા. 

રાજુ અને સપના ચૌધરીની જોડી ખૂબ જ ફેમસ હતી. બંનેએ સાથે અનેક ગીત ગાયા છે.રાજુ પંજાબીના ફેમસ ગીતમાં સોલિડ બોડી, સેન્ડલ, તૂ ચીઝ લાજવાબ, દેશી-દેશી સામેલ છે.

રાજુ પંજાબીએ પોતાનું છેલ્લુ ગીત 12 ઓગષ્ટના રોજ રિલીઝ કર્યું હતું. હોસ્પિટલમાં એડમિટ હોવા છતાં તેમણે પોતાનું ગીત રિલીઝ કર્યું હતું.

Total Visiters :117 Total: 851902

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *