23 ઓગસ્ટથી શરૂ થતી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું જિયો સિનેમા પર લાઇવ સ્ટ્રીમિંગ

Spread the love

આ ટુર્નામેન્ટથી શેલ્ડન જેક્સન અને ચેતન સાકરિયા જેવા ખેલાડીઓ ટી20ના મેદાન પર પરત ફરશે

મુંબઈ

ભારતની મુખ્ય સ્થાનિક ટી20 ટુર્નામેન્ટમાંની એક સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની ત્રીજી આવૃત્તિ ક્રિકેટ ચાહકો માટે જિયો સિનેમા પર આવવા તૈયાર છે. સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ પ્રતિભા દર્શાવતી, એક્શનથી ભરપૂર ટી20 ટૂર્નામેન્ટ 23 ઓગસ્ટથી જિયો સિનેમા પર લાઇવ-સ્ટ્રીમ થશે. પાંચ ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં આઠ દિવસ સુધી એકબીજા સામે ટકરાશે. ટોચની બે ટીમો 31 ઓગસ્ટે સૌરાષ્ટ્રની ચેમ્પિયન બનવા માટે ફાઇનલમાં રમશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત અને લોકપ્રિય રાજ્ય-સ્તરની ટી20 ટુર્નામેન્ટ તમામ દર્શકો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. મેચો દરરોજ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે 25 – 26 ઓગસ્ટના ડબલહેડર દિવસોમાં પ્રથમ મેચ બપોરે 3:00 વાગ્યાથી શરૂ થશે.

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2023માં પાંચ ટીમો હશે: ઝાલાવાડ રોયલ્સ, કચ્છ વોરિયર્સ, હાલાર હીરોઝ, સોરઠ લાયન્સ અને ગોહિલવાડ ગેલ્ડીએટર્સ. આ સિઝનની શરૂઆતની મેચ ગત સિઝનના ફાઇનલિસ્ટ, હાલાર હીરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયેટર્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં સૌરાષ્ટ્રની 2022/23 રણજી ટ્રોફી વિજેતા ટીમના 17માંથી 16 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.

ટાટા આઇપીએલ, ટાટા ડબ્લ્યૂપીએલ, એસએ20, એમએલસી, અબુ ધાબી ટી10, ઝીમ એફ્રો ટી10, ભારતનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ અને તાજેતરમાં ભારતનો આયરલેન્ડના પ્રવાસની રેકોર્ડ-બ્રેકિંગ પ્રસ્તુતિઓ બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ લીગ જિયો સિનેમાની વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટિંગ એક્શનની ઉત્કૃષ્ટ લાઇન-અપમાં નવીનતમ ઉમેરો છે.

જિયો સિનેમા (iOS અને Android) ડાઉનલોડ કરીને દર્શકો તેમની પસંદગીની રમતો માણી શકે છે. નવીનતમ અપડેટ્સ, સમાચાર, સ્કોર્સ અને વીડિયોઝ માટે, ચાહકો Sports18ને Facebook, Instagram, Twitter અને YouTube પર ફોલો શકે છે.

Total Visiters :205 Total: 828177

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *