ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઊતરાણ સાથે ભારતે ઈતિહાસ રચ્યો

Spread the love

ચંદ્ર પર બુધવારે સાંજે 6.04 વાગ્યે લેન્ડર વિક્રમે દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરી ભારતે ઈતિહાસ રચી દીધો, તે અહીં સુધી પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો


નવી દિલ્હી
ચંદ્રયાન-3: ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું છે. ઈસરો દ્વારા ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ સાથે પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી આ મિશનમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. પીએમએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા. ચંદ્ર પર આજે (બુધવાર) સાંજે 6.04 વાગ્યે લેન્ડર વિક્રમ લેન્ડ કરી ગયું. તેની સાથે જ દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરી ભારતે ઈતિહાસ રચી દીધો. તે અહીં સુધી પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. આ સિદ્ધીનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું. વડાપ્રધાન મોદીએ પણ દેશ સહિત તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી.
ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ થતાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય એમ્બેસીમાં મીઠાઈનું વિતરણ કરાયું છે. ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ત્યારે ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ બેંગલુરુમાં મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારત ચંદ્ર પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક સફળતા બદલ ઇસરો સહિત સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે નિષ્ફળતામાંથી જ સફળતાની ચાવી મળી હતી. અંતરિક્ષમાં આ ભારતની ઐતિહાસિક ઉપલબ્ધિ છે. તેમણે ઈસરો સહિત દેશના તમામ વૈજ્ઞાનિકોને અને આ અભિયાનમાં ફાળો આપનાર દરેક વ્યક્તિને દિલો જાનથી શુભેચ્છા પાઠવી હતી. તેમણે સમગ્ર ભારતીયોનો આભાર માન્યો હતો. ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ઈતિહાસ રચ્યો. ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાથે ચંદ્ર પર ભારતનો સૂર્યોદય થયો છે. દક્ષિણ ધ્રૂવ પર પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. તેણે અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોને પણ આ મામલે પાછળ છોડી દીધા છે. ચંદ્રયાન-૩એ તમામ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા.
ભારતે સ્પેસમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક પાર પડ્યું છે. ભારતના ચંદ્રયાન-3ના વિક્લમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. ભારતે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કર્યું છે જ્યાં હજી સુધી એક પણ દેશને સફળતા મળી નથી.
ભારતે સ્પેસમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક પાર પડ્યું છે. ભારતના ચંદ્રયાન-3ના વિક્લમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. ભારતે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કર્યું છે જ્યાં હજી સુધી એક પણ દેશને સફળતા મળી નથી. ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કરવાનો ભારતનો આ બીજો પ્રયાસ હતો. અગાઉ ચંદ્રયાન-2 છેક સુધી સફળ રહ્યું હતું પરંતુ ત્યારે તે સફળતાપૂર્વક લેન્ડ થઈ શક્યું ન હતું. તેમ છતાં ઈસરોએ હાર માની નહીં અને ત્યારબાદ ચંદ્રયાન-3ની તૈયારીઓમાં લાગી ગયું હતું. 23 ઓગસ્ટ બુધવારે ભારતે ઈતિહાસ રચતાં ચંદ્રના સાઉથ પોલ પર વિક્રમ લેન્ડરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિગં કરવાની એક નવો ઈતિહાસ રચી દીધો છે.
વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ થયા બાદ ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું હતું કે, ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલ વિક્રમે ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. જ્યારે ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રયાન-3 તરફથી સંદેશ લખ્યો હતો કે, ભારત હું મારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયો છું અને તમે પણ!
હાલમાં સાઉથ આફ્રિકા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ જોયું હતું. ચંદ્રયાન-3ની સફળતા બાદ તેમણે દેશને સંબોધીત કરતા કહ્યું હતું કે, ભારતના સ્પેસ સેક્ટરમાં આજનો દિવસ ઐતિહાસિક છે. જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જોઈએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે. આ નવા ભારતનું પ્રભાત છે. આપણે ધરતી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સફળ બનાવ્યો. હવે ભારત ચંદ્ર પર છે.
અગાઉ ચંદ્રયાન – 3 એ ઉતરાણ શરૂ કરી કર્યું હતું . ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશન સોફ્ટ લેન્ડિંગ માટે ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ બેંગલુરુમાં મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા હતા. ચંદ્રયાન-3 થોડીક જ મિનિટોમાં લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરી દેશે. તે પોતાની જાતે જ લેન્ડિંગ કરશે. ઈસરો પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. લેન્ડર દ્વારા સતત ફોટા મોકલવામાં આવી રહ્યા છે. તેના આધારે જ લેન્ડિંગનું સ્થળ નક્કી થશે. અત્યાર સુધીમાં ચંદ્રયાન 3 ચંદ્રના 120 ચક્કર લગાવી ચૂક્યું છે. તેણે કુલ 155 લાખ કિ.મી.ની યાત્રા પૂર્ણ કરી છે. ઈસરોએ જણાવ્યું હતું કે, લગભગ 150 થી 100 મીટરની ઉંચાઈ પર પહોંચવા પર લેન્ડર પોતાના સેન્સર અને કેમેરાનો ઉપયોગ કરીને સપાટીની તપાસ કરશે કે કોઈ સમસ્યા તો નથી ને. પછી સોફ્ટ લેન્ડિંગ કરવા માટે નીચે ઉતરવાનું શરૂ કરશે.

Total Visiters :101 Total: 1097353

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *