કોન્ટ્રાક્ટરોના ટેન્ડર બહિષ્કારથી રાજ્યના વિકાસકામો ખોરંભે ચઢ્યા

Spread the love

માગણીઓ પર તત્કાળ અમલ નહીં કરાય તો વધુ જલદ પગલાંની કોન્ટ્રાક્ટર્સ એસો.ની ચીમકી


અમદાવાદ
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની સરકારએ માર્ચ 2022માં સ્વીકારેલ માંગણીઓનું અમલીકરણ છેલ્લા 18 માસથી કરવામાં આવતું ના હોવાથી ગુજરાતના તમામ કોન્ટ્રાકટરોએ પહેલી ઓગસ્ટથી અચોક્કસ મુદત સુધી ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડરો નહિ ભરવાનો નિર્ણય કર્યો છે, અને આ નિર્ણયનો ચુસ્ત અમલ ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના તમામ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે છેલ્લા એક મહિનામાં બે વાર લેખિત રજુઆતો 25 જુલાઈ અને 13 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી તથા સંબંધિત સચિવો સમક્ષ કરવામાં આવી છે, અને રાજ્યના જુદા-જુદા જીલ્લાના સ્થાનિક કલેકટરોને પણ આ અંગે આવેદનપત્રો આપવામાં આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી સરકાર તરફથી કોઈપણ પ્રકારનો સકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી.
આધારભૂત માહિતી અનુસાર હાલમાં ગુજરાત રાજ્યના અંદાજે રુપિયા 8000 કરોડના 2400 કામોના ટેન્ડરોની જાહેરાતના તબક્કે છે. જે ગુજરાત રાજ્યના કોન્ટ્રાકટરો દ્વારા ટેન્ડર નહિ ભરવાના નિર્ણયને કારણે સમગ્ર રાજ્યના વિકાસલક્ષી કામો ખોરંભે પડેલ છે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની વારંવારની સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં આ અંગે સરકાર એસોસિએશનની વ્યાજબી માંગણીઓના અમલીકરણ બાબતે સંવેદનશીલ જણાતી નથી.
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન જણાવે છે કે, સરકાર તરફથી અમારા પ્રતિનિધિઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અમલીકરણ બાબતે કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. તેથી એસોસીએશન દ્ધારા ટૂંકસમયમાં તમામ કોન્ટ્રાકટર ભાઇઓની એક મીટીંગ બોલાવવાનું આયોજન કરવામાં આવેલ છે, અને આ મીટીંગમાં એસોસિએશનની વ્યાજબી માંગણીઓના અમલીકરણ અંગે આગળ જલદ પગલાં લેવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.

Total Visiters :316 Total: 1378783

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *