ડિપ્લોમા ટૂ ડીગ્રી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે

Spread the love

ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા લેવાશે

ગાંધીનગર

રાજ્યમાં હવેથી ડિપ્લોમાં ટુ ડિગ્રી(ડીટૂડી)માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવાનું રાજ્ય સરકારે કર્યું છે. ગાંધીનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગેની જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે રાજ્યમાં ડિપ્લોમા ટુ ડિગ્રી (ડીટૂડી)માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રસ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે. વધુમાં જણવાતા કહ્યું હતું કે પ્રવેશ સમિતિ માટે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં જટીલતા રહેતી હતી. આ તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઇને એક મેરિટમાં લાવવું શક્ય ન હતું. આ વિસંગતતા, અસ્પષ્ટતા, અસંતોષ ટાળવા માટે અને તમામ અરજદાર વિદ્યાર્થીઓને એકસમાન મંચ પર લાવીને ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રસ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા પ્રવેશ વર્ષ 2024થી લેવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની પ્રવેશ વર્ષ 2024 માટેની જાહેરાત અને રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી 2024થી કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.

Total Visiters :174 Total: 1092815

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *