દેવું ચુકવવા પિતાએ સગીર પુત્રીનાં આધેડ સાથે લગ્ન કરાવ્યા

Spread the love

15 વર્ષની આ છોકરીએ કહ્યું કે હું ભણવા ઈચ્છુ છું, મને ન્યાય અપાવો નહીતો હું મરી જઈશ

ભાગલપુર

બિહારના ભાગલપુરમાં એક પિતાએ પોતાની નાબાલિક દિકરીના લગ્ન આધેડ ઉંમરના વ્યક્તિ સાથે કરાવ્યા છે. છોકરી આ લગ્ન કરવા નહોતી ઈચ્છતી. પરંતુ તેના પિતાએ તેની એક પણ વાત ન સાંભળીને આ વ્યક્તિ સાથે કરાવ્યા હતા. જે પછી આ છોકરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવી તેને શેર કરી ન્યાય માંગ્યો છે. 15 વર્ષની આ છોકરીએ કહ્યું કે હું ભણવા ઈચ્છુ છું, મને ન્યાય અપાવો નહીતો હું મરી જઈશ. 

બાળકીનું ઘર ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં આવેલું છે. વીડિયોમાં યુવતીએ કહ્યુ હતું કે તેની માતાનું ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર 2022માં મૃત્યુ થયું હતું. પિતા એક મહિલાના સંપર્કમાં આવ્યા અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. બાળકીએ કહ્યું કે, તેના પિતાએ લોન લીધી હતી અને દેવુ વધી ગયું હતું. ત્યારે આ 52 વર્ષીય વ્યક્તિએ કહ્યુ કે હું તમારી લોન ભરપાઈ કરી દઉ પરંતુ તેના બદલામાં મારી સાથે મારી સાથે લગ્ન કરવાની માંગણી કરી હતી. અને મને આ વાતની બિલકુલ ખબર નહોતી અને મારી સાવકી માતાએ પણ પિતાને દબાણ કર્યું હતું. 

મારી જાણ વગર અને કોઈ પણ જાતની વાત કર્યા વગર મને જુલાઈ મહિનામાં મંદાર પર્વત પર ફરવા જવાનું કહીને ત્યાં લઈ જવામાં આવી હતી  અને ત્યાં એ વ્યક્તિ સાથે મારા બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. 

કંટાળીને આ બાળકીએ એક વીડિયો બનાવીને કહ્યુ કે મને ન્યાય અપાવો, મારે હજુ ભણવુ છે, મને આ વ્યક્તિ સાથે નથી રહેવુ. મને ન્યાય અપાવો નહી તો હું મરી જઈશ. આ મામલે એસપી આનંદ કુમારે તપાસનો આદેશ આપ્યો છે. અને જો બાળકી નાબાલિક હશે તો તેના પરિવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. બાળકીના કહેવા પ્રમાણે તેનો જન્મ 2007માં થયો છે. તે 10માં ધોરણ સુધી ભણેલી છે. 

Total Visiters :101 Total: 828382

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *