પાંચ વર્ષમાં મેડિકલ ફૂગાવો વધીને 14 ટકાથી વધુ પર પહોંચ્યો

Spread the love

2018માં ચેપી રોગોની સારવાર માટે સરેરાશ મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમ 24,569 રૂપિયા હતો, જે 2022માં વધીને 64,135 રૂપિયા થઈ ગયો


નવી દિલ્હી
દિવસેને દિવસે રોજીંદી જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવે સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધાર્યો છે. તેના ઉપર, કોવિડ સમયગાળાથી, હોસ્પિટલમાં પણ સારવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર પાછળનો ખર્ચ બમણા દરે વધ્યો છે. એક તરફ જ્યાં મોંઘવારી દર 7 ટકાની આસપાસ છે ત્યાં મેડિકલ ફુગાવો 14 ટકાથી વધુના દરે વધી રહ્યો છે.
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2018માં ચેપી રોગોની સારવાર માટે સરેરાશ મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમ 24,569 રૂપિયા હતો, જે 2022માં વધીને 64,135 રૂપિયા થઈ ગયો છે. એટલે કે 5 વર્ષમાં આ રોગની સારવારનો ખર્ચ 160 ટકા મોંઘો થઈ ગયો છે. મુંબઈ જેવા મેગાસિટીમાં પાંચ વર્ષમાં આ ખર્ચ રૂ. 30,000 થી વધીને રૂ. 80,000 થયો છે.
શ્વસન રોગોની સારવાર માટેનો વર્ષ 2018માં સરેરાશ ખર્ચ 48,452 રૂપિયા હતો જે વધીને 2022માં 94,245 રૂપિયા થઈ ગયો છે, જેનો અર્થ છે કે વાર્ષિક સારવાર 18 ટકાના દરે મોંઘી બની છે. જ્યારે મુંબઈમાં આ ખર્ચ રૂ. 80,000 થી વધીને રૂ. 1.70 લાખ થયો છે.
કોરોના રોગચાળા બાદ, સારવાર પર ખર્ચમાં વધારો થયો છે, ખાસ કરીને રોગની સારવાર સૌથી મોંઘી બની છે. સારવાર માટે વપરાતી સામગ્રી પર પણ ખર્ચ વધ્યો છે. અગાઉ આ સામગ્રીનો હિસ્સો કુલ બિલમાં 3 થી 4 ટકા હતો, જે હવે વધીને 15 ટકા થયો છે. મેડિકલ ફુગાવો અન્ય મોંઘવારી કરતા ઝડપી દરે વધી રહ્યો છે. મોંઘવારી દર 7 ટકા છે પરંતુ તબીબી ફુગાવો બમણા દરે વધી રહ્યો છે. હેલ્થ ઈન્સ્યોરન્સની માંગ વધવાને કારણે સારવાર પણ મોંઘી થઈ ગઈ છે.

Total Visiters :115 Total: 1091541

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *