ફાઈનલમાં કાર્લસન સામેની પ્રજ્ઞાનાનંદાની બીજી ગેમ પણ ડ્રો

Spread the love

હવે ચેમ્પિયનનો નિર્ણય ટાઈ બ્રેકર દ્વારા થશે, વર્લ્ડ કપ ટાઈટલ જીતશે તેને ઈનામ તરીકે 1 લાખ 10 હજાર ડોલર મળશે

નવી દિલ્હી

ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ વર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસન સામે રમાઈ રહી છે. ફાઈનલ અંતર્ગત બે દિવસમાં બે ગેમ રમાઈ હતી અને બંને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. 18 વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ 32 વર્ષીય કાર્લસનને બંને ગેમ્સમાં જોરદાર ટક્કર આપી હતી. હવે ચેમ્પિયનનો નિર્ણય આજે ટાઈ બ્રેકર દ્વારા થશે. બંને વચ્ચેની પ્રથમ ગેમ 34 ચાલ સુધી ચાલી હતી, પરંતુ પરિણામ મળી શક્યું ન હતું. જ્યારે બીજી ગેમમાં બંને વચ્ચે 30 ચાલ ચાલી હતી. જે પણ આ વર્લ્ડ કપ ટાઈટલ જીતશે તેને ઈનામ તરીકે 1 લાખ 10 હજાર ડોલર મળશે.

શું છે ટાઈ બ્રેકરના નિયમો?

  • ફિડે વર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં બે ક્લાસિકલ ગેમ રમાય છે. જો બંને મેચ ડ્રો થાય તો ટાઈ બ્રેકર દ્વારા નિર્ણય લેવામાં આવે છે.
  • ટાઈબ્રેકરમાં 25-25 મિનિટની બે ગેમ રમાશે. જો આમાં પણ કોઈ નિર્ણય નહીં આવે તો દરેક 10 મિનિટની બે ગેમ ફરીથી રમાશે.
  • જો અહીં પણ ચેમ્પિયન નક્કી નહીં થાય તો 5-5 મિનિટની ગેમ રમાશે. પરિણામ ન આવવાના કિસ્સામાં, અંતે 3-3 મિનિટની ગેમ રમાશે.
  • આ ટુર્નામેન્ટમાંથી 3 ખેલાડીઓ કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે. પ્રજ્ઞાનાનંદાએ ફાઇનલમાં પહોંચીને વર્ષ 2024 કેન્ડીડેટ્સની ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે.
  • કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં 8 ખેલાડીઓ હોય છે, જેનો વિજેતા આવતા વર્ષે વિશ્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને પડકાર આપશે. વિજેતા બનવા પર તેને વર્લ્ડ ચેમ્પિયન કહેવામાં આવશે.

 પ્રજ્ઞાનાનંદાએ સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને 3.5-2.5થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વકપની ફાઇનલમાં પહોંચનાર મહાન વિશ્વનાથન આનંદ પછી પ્રજ્ઞાનાનંદા માત્ર બીજો ભારતીય ખેલાડી છે. પ્રજ્ઞાનાનંદાએ સેમિફાઇનલમાં પણ ઐતિહાસિક જીત મેળવી હતી. બે મેચની ક્લાસિકલ સિરીઝ 1-1થી ડ્રોમાં સમાપ્ત થયા પછી, પ્રજ્ઞાનાનંદાએ અનુભવી યુએસ ગ્રાન્ડમાસ્ટરને રોમાંચક ટાઈબ્રેકરમાં હરાવ્યો હતો

Total Visiters :120 Total: 1095711

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *