કેમ્પનો ફોટો શેર કરવા બદલ વિરાટ સહિતના ક્રિકેટર્સને કડક સુચના

Spread the love

વિરાટે યો-યો ટેસ્ટના સ્કોરનો ફોટો પણ શેર કર્યો જેનાથી બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ

નારાજ થયું
બેંગલુરૂ
એશિયા કપની તૈયારી માટે ભારતીય ટીમનો કેમ્પ બેંગલુરુમાં ચાલી રહ્યો છે. વિરાટ કોહલી પણ આ કેમ્પનો એક ભાગ છે. ભારતીય બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેમ્પના પહેલા દિવસનો એક ફોટો શેર કર્યો હતો, જે બીસીસીઆઈને પસંદ ન આવતા તમામ ક્રિકેટરોને કડક સૂચના આપી છે.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું કદ ક્રિકેટની દુનિયામાં ચોક્કસપણે ઘણું મોટું છે, પરંતું વિરાટ કોહલી ઘણી વખત ક્રિકેટ સિવાય તેના વર્તન અને તેના જોલી સ્વભાવ માટે ચર્ચામાં રહે છે. કોઈ ઝઘડો હોય કે સોશિયલ મીડિયા વિવાદ વિરાટનું નામ હંમેશા આવે છે. આવો જ એક વિવાદ ફરી એકવાર વિરાટ કોહલીના નામ સાથે જોડાયો છે. ગઈકાલે તેણે સોશિયલ મીડિયા પર તેના ફોટાની સાથે યો-યો ટેસ્ટના સ્કોરનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટાથી બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ નારાજ થયું હતું.
એક સુત્રોના અહેવાલ મુજબ, વિરાટ કોહલી દ્વારા ગઈકાલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલા યો-યો ટેસ્ટના સ્કોર્સે બીસીસીઆઈના ટોચના અધિકારીઓને નારાજ કર્યા છે. અહેવાલો અનુસાર વિરાટ કોહલીએ આ ગુપ્ત માહિતી શેર કર્યાના એક કલાકની અંદર ભારતીય ટીમ મેનેજમેન્ટે તમામ ભારતીય ક્રિકેટરો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી દીધી હતી. જો કે આ મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું. વિરાટની આ ઈન્સ્ટા સ્ટોરી થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. સુત્રોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈના ટોચના મેનેજમેન્ટે ક્રિકેટરોને યો-યો ટેસ્ટ જેવી ગુપ્ત માહિતી શેર ન કરવાની કડક સૂચના આપી હતી.
બીસીસીઆઈ આવી માહિતી જાહેરમાં શેર કરવા પર કાર્યવાહી કરી શકે છે. વિરાટે યો-યો ટેસ્ટનો સ્કોર શેર કરતાની સાથે જ બીસીસીઆઈ એક્શનમાં આવી ગયું હતું અને ક્રિકેટરોને આવી ગુપ્ત માહિતી શેર કરવાથી બચવા કહ્યું અને ઠપકો આપ્યો કે આમ કરવાથી તમે તમારા કરારના ભંગના દોષી પણ બની શકો છો. અહેવાલમાં બીસીસીઆઈના એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ક્રિકેટરોને મૌખિક રીતે કહેવામાં આવ્યું છે કે તેઓએ આવી ગોપનીય બાબતોની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી જોઈએ નહીં. તે તાલીમના ફોટો શેર કરી શકે છે પરંતુ સ્કોર્સ શેર કરવા એ કરારનો ભંગ હોઈ શકે છે.
ભારતીય ટીમ એશિયા કપ 2023માં 2જી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા તમામ ખેલાડીઓ બેંગલુરુ ખાતે 6 દિવસીય કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. કેમ્પના પહેલા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો યો-યો ટેસ્ટ થયો હતો જેમાં ત્રણેય ખેલાડીઓએ સફળતાપૂર્વક પાસ કર્યો હતો, પરંતુ યો-યો ટેસ્ટની માહિતી શેર કર્યા બાદ વિરાટ કોહલી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.

Total Visiters :130 Total: 1092729

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *