રિલાયન્સ રિટેલે યૂથ ફેશન રિટેલ ફોર્મેટ યુસ્ટા લોન્ચ કર્યું

Spread the love

હૈદરાબાદ

ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલે યુવા-કેન્દ્રી ફેશન રિટેલ ફોર્મેટ યુસ્ટા (Yousta) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેનો પ્રથમ સ્ટોર હૈદરાબાદના સરથ સિટી મોલમાં શરૂ કરવામાં આવ્યો છે.

કન્ટેમ્પરરી ટેક-એનેબલ્ડ સ્ટોર લેઆઉટ સાથે Yousta યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કિફાયતી ભાવે હાઇ-ફેશન રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તમામ ઉત્પાદનોની કિંમત રૂ. 999થી ઓછી રાખવામાં આવી છે, જ્યારે મોટાભાગના ઉત્પાદનોની કિંમત રૂ. 499થી પણ ઓછી છે.

યુનિસેક્સ મર્ચેન્ડાઈઝ, કેરેક્ટર મર્ચેન્ડાઈઝ અને વિકલી રિફ્રેશ કેપ્સ્યુલ ઉપરાંત યુસ્ટા દર અઠવાડિયે તેના “સ્ટારિંગ નાઉ” કલેક્શનમાં તદ્દન નવી રજૂઆત રજૂ કરશે, જ્યાં લેટેસ્ટ ફેશનના સંપૂર્ણ પરિધાન મેચિંગ એક્સેસરીઝ સાથે રજૂ કરવામાં આવશે.

આ લોન્ચ અંગે બોલતા રિલાયન્સ રિટેલના પ્રેસિડેન્ટ અને સીઈઓ – ફેશન અને લાઈફસ્ટાઈલ અખિલેશ પ્રસાદે જણાવ્યું કે, “યુસ્ટા એક યુવા અને બહુઆયામી બ્રાન્ડ છે જે એવી જીવનની પધ્ધતિ નિર્ધારીત કરે છે, જે આ દેશના યુવાનો સાથે વિકાસ સાધશે અને આગળ વધશે. આ ટીમ ભારતની યુવા પેઢી સાથે તેમની વિકસતી ફેશન જરૂરિયાતોને સમજવા માટે સતત કામ કરશે. દરેક દિવસ, તાજગી અને સુસંગતતાની દૃષ્ટિએ ‘નવો દિવસ’ હશે. યુસ્ટા યુવાનોને માત્ર અવાજ જ નહીં આપે પરંતુ તેમને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ આપશે, કારણ કે અમારા માટે તેઓ સંપૂર્ણ સ્ટાર છે. ”

યુસ્ટા સ્ટોર્સ ઇન્ફર્મેશન શેરિંગ માટે ક્યૂઆર-અનેબલ્ડ સ્ક્રીન, સેલ્ફ-ચેકઆઉટ કાઉન્ટર્સ, કોમ્પ્લીમેન્ટરી વાઇ-ફાઇ અને ચાર્જિંગ સ્ટેશનો સહિત ઘણા ટેક ટચ પોઈન્ટ્સની સુવિધા પણ ગ્રાહકોને આપશે.

ગ્રાહકો સ્ટોર્સમાં જૂના કપડાં દાનમાં આપે અને તેમને સામુદાયિક કાર્યક્રમો માટે ઉપયોગ લેવા માટે સ્વીકૃતિ આપે તે માટે બિન-લાભકારી સંસ્થા સાથે યુસ્ટાએ ભાગીદારી કરી છે. સ્ટોર્સમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઉત્પાદનો મેળવવાની નીતિથી બ્રાન્ડની સ્થાનિક સ્તરે સ્થિરતા અને સ્થાનિક સમુદાયો પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. આ નીતિના કારણે યુસ્ટાને અનન્ય વસ્તુઓ ઓફર કરવાની અનૂકૂળતા મળવા ઉપરાંત તેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થાના વિકાસમાં યોગદાન આપવા તથા તેના જીવસૃષ્ટિ પર થનારી વિપરિત અસરો ઘટાડવામાં પણ યોગદાન આપી શકાય છે.

યુસ્ટા રેન્જ હવે હૈદરાબાદમાં બ્રાન્ડના પ્રથમ સ્ટોર પર ઉપલબ્ધ છે અને Ajio અને JioMart દ્વારા ઓનલાઈન પણ ખરીદી શકાય છે.

Total Visiters :205 Total: 681828

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *