એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડાઈ

Spread the love

ડીજીસીએ દ્વારા ઓચિંતા જ નિરીક્ષણ કરવામાં આવતા એરલાઈન્સે તમામ 13 કેસમાં ફેક રિપોર્ટ તૈયાર કર્યા હોવાનું જણાયું


નવી દિલ્હી
ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)ના સભ્યોની નિરીક્ષણ ટીમે એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડી છે અને નિયામક આ મામલે તપાસ કરી રહ્યા છે. આ માહિતી ડીજીસીએના અધિકારીઓએ આપી હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે તમામ એરલાઈન્સ નિયામકો અને અન્ય એકમો દ્વારા નિયમિત સુરક્ષા ઓડિટ હેઠળ આવે છે. ડીજીસીએની ટીમે 25 અને 26 જુલાઇએ હરિયાણાના ગુરુગ્રામમાં એર ઈન્ડિયાના કાર્યાલયની મુલાકાત લીધી હતી.
ડીજીસીએને સોંપાયેલા નિરીક્ષણ રિપોર્ટ અનુસાર એરલાઈન્સે સંચાલનના જુદા જુદા ક્ષેત્રો જેમ કે કેબિન, નિરીક્ષણ, કાર્ગો, રેમ્પ અને લોડમાં નિયમિત સુરક્ષા બાબતોની તપાસ કરવાની હતી પણ ડીજીસીએ દ્વારા ઓચિંતા જ નિરીક્ષણ કરવામાં આવતા જાણ થઈ કે એરલાઈન્સે તમામ 13 કેસમાં ફેક રિપોર્ટ તૈયાર કર્યા હતા.
ડીજીસીએની ટીમે જ્યારે સીસીટીવી, રેકોર્ડિંગ, ઓડિટ સ્ટેટમેન્ટ, શિફ્ટ રજિસ્ટ્રાર દસ્તાવેજ, જીડી (જનરલ ડિક્લેરેશન) યાદી, યાત્રી ઘોષણાપત્રના માધ્યમથી ફરી વેરીફાઈ કરવામાં આવ્યું તો રિપોર્ટ નકલી હોવાની માહિતી મળી. આ ઉપરાંત નિરીક્ષણ રિપોર્ટમાં જણાવાયું કે આ ફેક તપાસ રિપોર્ટ પર ઉડાન સુરક્ષા પ્રમુખ (સીએફએસ)ના હસ્તાક્ષર નહોતા. ચેક લિસ્ટ પર ક્વૉલિટી મેનેજમેન્ટ સિસ્ટમ વિભાગના એક એકાઉન્ટ સુપરવાઈઝરના હસ્તાક્ષર હતા જે ડીજીસીએના અનુમોદન અને નિરીક્ષણના દાયરામાં નથી આવતા.
આ ઉપરાંત નિરીક્ષણ દળે કહ્યું કે એરલાઈન્સ સમયાંતરે ફ્લાઇટ સેફ્ટી ઓડિટર્સની યાદી ઉપલબ્ધ ન કરાવી શકી. એર ઈન્ડિયા સહિત તમામ એરલાઇન્સ કંપનીઓ ભારત અને વિદેશો બંનેમાં નિયામકો અને અન્ય એકમો દ્વારા નિયમિત સુરક્ષા ઓડિટને અધીન આવે છે.

Total Visiters :140 Total: 1097772

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *