બોગસ સ્પોન્શરશિપથી નોકરી મેળવનારા ફાયર વિભાગના આઠને નોટિસ

Spread the love

બે ડીવીઝનલ ઓફિસર ઉપરાંત પાંચ સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને સાત દિવસમાં નોટિસનો જવાબ કરવા આદેશ કરાયો


અમદાવાદ
ફાયર વિભાગમાં પણ બોગસ સ્પોન્સરશીપના આધારે કેટલાક અધિકારીઓએ નોકરી મેળવી હોવાનું બહાર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ શરુ કરવામા આવી હતી. દરમિયાન વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કેટલાક અધિકારીઓના પ્રોબેશન પિરીયડમાં વધારો કરવાનો પણ નિર્ણય મ્યુનિ.તંત્ર તરફથી કરવામા આવતો હતો.બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનારા આઠ અધિકારીઓને મ્યુનિ.તંત્રે શો-કોઝ નોટિસ ફટકારી છે.બે ડીવીઝનલ ઓફિસર ઉપરાંત પાંચ સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને સાત દિવસમાં નોટિસનો જવાબ કરવા આદેશ કરાયો છે.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા મુજબ,શુક્રવારે અમદાવાદ ફાયર વિભાગમાં ડીવીઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઈનાયત શેખ ઉપરાંત ઓમ જાડેજાની સાથે સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા શુભમ ખડીયા, અભિજિત ગઢવી, સુધીર ગઢવી, અનિરુધ્ધસિંહ ગઢવી અને મેહુલ ગઢવી તેમજ સબ ઓફિસર આસિફ શેખ પૈકી મોટાભાગના અધિકારીઓને શો-કોઝ નોટિસ બજાવાઈ ગઈ છે. એક-બે અધિકારી મળ્યા નહી હોવાથી આજે શનિવારે શો-કોઝ નોટિસ બજાવાશે. બોગસ સ્પોન્સર શીપના આધારે ફાયર વિભાગમાં નોકરી મેળવનારા અધિકારીઓ વગ ધરાવતા હોવાથી સાત દિવસમાં શો-કોઝ નોટિસનો જવાબ નહી આપે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું નિર્ણય કરે છે એ જોવાનું રહેશે.
અમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસર તરીકે એક સમયે ફરજ બજાવતા અભિજિત ગઢવીની સરકારમાં રીજીયનલ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક થતા તેમણે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને પોતાનુ રાજીનામું આપ્યું હતું. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના કહેવા મુજબ,અભિજિત ગઢવીનું રાજીનામું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજુર કર્યુ નથી. મ્યુનિ.તંત્રે અભિજિત ગઢવીને પણ અમદાવાદ ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપના આધારે નોકરી મેળવવા બદલ શો-કોઝ નોટિસ આપી છે. આ પરિસ્થિતિમાં એક જ વ્યકિત અમદાવાદ ફાયર વિભાગ તથા રાજય સરકારમાં રિજીયનલ ફાયર ઓફિસર તરીકે ફરજ કેવી રીતે બજાવી શકે એ પ્રકારની ચર્ચા ફાયર વિભાગ વર્તુળોમાંથી સાંભળવા મળી છે.

Total Visiters :140 Total: 1093114

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *