યુપીમાં મહિલા શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મરાવ્યા

Spread the love

બાળ અધિકાર સંસ્થાએ મહિલા શિક્ષક સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો, પોલીસે મહિલા શિક્ષક સામે ગુનો નોંધી ધટનાની તપાસ હાથ ધરી


મુઝફફરનગર
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળાનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાળાની એક મહિલા શિક્ષક હિંદુ વિદ્યાર્થીઓને બોલાવીને સામે ઉભેલા મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહી રહી છે. સાથે સાથે શિક્ષિકા મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થી પર નાફરતભરી ટીપ્પણી કરતી હોય એવું સાંભળવા મળે છે. આ વીડિયોને કારણે લોકોમાં રોષની લાગણી છે. બાળ અધિકાર સંસ્થાએ મહિલા શિક્ષક સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે મહિલા શિક્ષક સામે ગુનો નોંધી ધટનાની તપાસ હાથ ધરી છે.
મુઝફ્ફરનગર જીલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે મન્સૂરપુર પોલીસ સ્ટેશન હેઠળના ખુબ્બાપુર ગામમાં બની હતી. પોલીસ અને શિક્ષણ અધિકારીઓ બંને શિક્ષિકા તૃપ્તા ત્યાગી તેમજ તેની શાળા નેહા પબ્લિક સ્કૂલ સામે કાર્યવાહી કરવાની તાજવીજ હાથ ધરી છે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસી, આરજેડી નેતા જયંત ચૌધરી સહિત અનેક વિપક્ષી નેતાઓએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે અને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતાઓએ આ ઘટનાને બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવનારી ગણાવી છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે પણ આ મામલાની નોંધ લીધી છે. કમિશનના અધ્યક્ષે કહ્યું કે, કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી રહી છે. બધાને વિનંતી છે કે બાળકનો વીડિયો શેર ન કરો, ઈમેલ દ્વારા આવી ઘટનાઓની જાણ કરો, બાળકોની ઓળખ જાહેર કરીને ગુનાનો ભાગ ન બનો.
મુઝફ્ફરનગરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે વિડીયોમાં કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ છે. જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે મહિલાએ વીડિયોમાં કહ્યું કે મોહમ્મડનના બાળકો જ્યારે તેમના અભ્યાસમાં ધ્યાન આપતા નથી ત્યારે તેઓ બગડી જાય છે.
પીડિત વિદ્યાર્થીના પિતાએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે હું મારા બાળકને ફરીથી તે શાળામાં નહીં મોકલું અને શાળા મેં જમા કરેલી ફી પરત કરે. શિક્ષકે બાળકો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી છે.
મહિલા શિક્ષિક તૃપ્તા ત્યાગીના વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક પછી એક બાળકો ઉભા થાય છે અને રડતા છોકરાને થપ્પડ મારે છે. ત્યાગી કેમેરાની પાછળના એક માણસને કહે છે “મેં જાહેરાત કરી છે, જેટલા પણ મુસ્લિમ બાળકો છે, તેમને ત્યાં પહોંચી જાઓ…”. એક બાળક છોકરાને માર્યા પછી બેસે છે, ત્યાગી તેને કહે છે: “તું શું (ધીરેથી) મારે છે? જોરથી માર. હવે કોનો વારો છે?” છોકરો રડે છે ત્યારે ત્યાગી કહે છે: “હવે કમર મારો, ગાલ લાલ થઇ ગયા છે.”
નેહા પબ્લિક સ્કૂલ એક મોટા હોલમાં ચલાવવામાં આવી રહી હતી અને આરોપી શિક્ષિકા શાળાના માલિક છે.

Total Visiters :66 Total: 847204

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *