હિમાચલમાં વરસાદી આફતથી આસપાસના રાજ્યોના અનેક હાઈવે બંધ

Spread the love

રસ્તાઓ બંધ હોવાથી બાંધકામ સામગ્રીના કન્સાઈનમેન્ટ લઈ જતી હજારો ટ્રકો ફસાતાં. સળીયા, સિમેન્ટ અને બિટ્યુમેનનો સપ્લાય બંધ થવાથી બાંધકામ કંપનીઓની મુશ્કેલી વધી


લદાખ
હિમાચલ પ્રદેશમાં આવેલી આપત્તિ કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખના વિકાસ પર ભારે અસર કરી રહી છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે કિરાતપુર મનાલી ફોરલેન મંડી જિલ્લામાં સિક્સ લેઈન સહિત અનેક રસ્તાઓ છેલ્લા 15 દિવસથી બંધ છે. આ કારણે હજારો ટ્રકો રસ્તાઓ પર ફસાઈ ગયા છે.
ભારે વરસાદને પગલે રસ્તાઓ બંધ હોવાથી બાંધકામ સામગ્રીના કન્સાઈનમેન્ટ લઈ જતી હજારો ટ્રકો ફસાઈ ગઈ છે. સળીયા, સિમેન્ટ અને બિટ્યુમેનનો સપ્લાય બંધ થવાથી બાંધકામ કંપનીઓની મુશ્કેલી વધી છે. લેહ એરપોર્ટના રનવેનું કામ, તાંગસે અને અઘમથી ચીન સરહદ સુધી બનાવવામાં આવી રહેલા રસ્તાઓ પર ખરાબ અસર પડી છે. આ સિવાય તાંગસેથી ચીન સરહદ સુધી 22 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. બંને રોડ સિમેન્ટ અને બિટ્યુમેનના બનાવવામાં આવી રહ્યા છે. સળીયા, સિમેન્ટ અને બિટ્યુમેનના કન્સાઈનમેન્ટ લઈને લગભગ 200 ટ્રક રોજ લેહ લદ્દાખ જઈ રહ્યા હતા. આ ટ્રકો રસ્તો બંધ હોવાના કારણે ફસાઈ ગયા છે.
ફોરલેન બંધ થવાને કારણે મંડી જિલ્લાના મુખ્ય માર્ગો પર કાર્ગો પાર્ક કરવામાં ઘટાડો થયો છે. સુંદરનગર અને અન્ય સ્થળોએ વાહનોને રોકવા માટે 70 પોલીસ કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. હવે બિલાસપુર ખાતે નાકા લગાવીને માલવાહકોને રોકવામાં આવી રહ્યા છે. 9 જુલાઈએ બિયાસ નદીમાં આવેલા પૂરને કારણે મનાલીમાં કિરાતપુર મનાલી ફોરલેન ધોવાઈ ગયો હતો. હિમાચલ પ્રદેશમાં આપતિના કારણે પરિવહનનો એક મહિનો વેડફાયો છે.
હિમાચલમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. આ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે ત્યારે આ ભૂસ્ખલનથી અનેક હાઈવે પર અસર જોવા મળી હતી, આ સિવાય અનેક હાઈવે બંધ હોવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે જેના કારણે જરુરી સામગ્રી સમયસર પહોંચી શકી નથી. ચીન સરહદે ચાલતા બાંધકામ પર પણ અસર જોવા મળી હતી.

Total Visiters :396 Total: 1094320

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *