અંગત રીતે કંઈ નથી જોઈતું, મારું કામ બધાને એક કરવાનુઃ નીતિશ

Spread the love

મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની આગામી બેઠક દરમિયાન કેટલાક વધુ રાજકીય પક્ષો તેમાં સામેલ થવાની સંભાવના વ્યક્ત કરતા બિહારના મુખ્યપ્રધાન


પટના
ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન ઈન્ડિયા સતત ચર્ચામાં છે. આ ચર્ચાનું મુખ્ય કારણ આ મહાગઠબંધનના સંયોજકનું પદ છે. મહાગઠબંધનની રચના થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ મહાગઠબંધનના સંયોજક બનાવવમાં આવી શકે છે, જો કે આ અટકળો વચ્ચે નીતિશ કુમારે પૂર્ણવિરામ મુક્તા કહ્યું હતું કે હું આ મહાગઠબંધનનો કન્વીનર બનવા માંગતો નથી.
સીએમ નીતિશ કુમારે કહ્યું કે અન્ય નેતાને કન્વીનર બનાવવામાં આવશે. આ સિવાય સીએમ નીતિશે વધુમાં કહ્યું કે મારે અંગત રીતે કંઈ જોઈતું નથી, મારું કામ માત્ર બધાને એક કરવાનું છે. આ ઉપરાંત બિહારના નાયબ મુખ્યમંત્રી જ્યારે ઈન્ડિયા ગઠબંધનના સંયોજક કોણ બનશે? એવું પૂછવામાં આવ્યું તો તેમણે સીધું કોઈનું નામ પણ ન લીધું અને કહ્યું કે મુંબઈની બેઠકમાં બધા લોકો સાથે બેસીને આ અંગે નિર્ણય લેશે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની આગામી બેઠક દરમિયાન કેટલાક વધુ રાજકીય પક્ષો તેમાં સામેલ થવાની સંભાવના છે. ભાજપ વિરોધી પક્ષોને એકસાથે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા નીતિશે ‘ઈન્ડિયા’માં જોડાનાર સંભવિત પક્ષોના નામ જાહેર કર્યા ન હતા, પરંતુ એમ કહ્યું હતું કે બેઠક દરમિયાન બેઠકોની વહેંચણી જેવા ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
પટનામાં પત્રકારો સાથે વાત કરતાં નીતિશ કુમારે કહ્યું હતું કે મુંબઈમાં આગામી બેઠક દરમિયાન અમે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને ‘ઈન્ડિયા’ની રણનીતિ પર ચર્ચા કરીશું. બેઠકોની વહેંચણી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને અન્ય ઘણા એજન્ડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હું 2024ની લોકસભા ચૂંટણી પહેલા બને તેટલી પાર્ટીઓને એક કરવા માંગુ છું. હું આ દિશામાં કામ કરી રહ્યો છું.

Total Visiters :232 Total: 1091532

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *