ઈન્ડિયન ઓઈલે સંજીવ કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

Spread the love

શેફ સંજીવ કપૂરને દર્શાવતી નવી એક્સ્ટ્રાતેજ ટીવી કમર્શિયલનું અનાવરણ કરવામાં આવ્યું


બેંગલુરૂ
ઇન્ડિયન ઓઇલે તેની નવી ઇન્ડેન એક્સ્ટ્રાતેજ એલપીજી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર સાથે જોડાણની ગર્વપૂર્વક જાહેરાત કરી હતી. આ જાહેરાત બેંગાલુરુમાં રાંધણકળાની ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગનાજ્ઞાનના સંગમ એવી પ્રતિષ્ઠિત ઇન્ડેન એક્સ્ટ્રાતેજ હોટેલિયર હાર્મની મીટમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શેફ સંજીવ કપૂરને દર્શાવતી નવી એક્સ્ટ્રાતેજ ટીવી કમર્શિયલનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમણે રાંધણકળાની નવીનતા અને કાર્યદક્ષતા પ્રત્યે ઇન્ડિયન ઓઇલની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. કપૂરે કારોબારની કામગીરીમાં વિસ્તરણ કરવાની સાથે-સાથે એલપીજીની બચત કરતા કિફાયતી ઉકેલ બનાવવા માટે કંપનીના સમર્પણની પ્રશંસા કરી હતી, જેથી ગ્રાહકોની વધતી જતી અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય.
ઇન્ડિયન ઓઇલના ડિરેક્ટર (માર્કેટિંગ) વી. સતીશ કુમારે સંજીવ કપૂર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (એલપીજી)-એચઓ કે. શૈલેન્દ્ર, કર્ણાટકના ઇન્ડિયન ઓઇલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ પી. પી. ગુર પ્રસાદ અને સંદીપ શર્મા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કોર્પોરેટ કમ્યુનિકેશન્સ એન્ડ બ્રાન્ડિંગ), એચઓની હાજરીમાં ઇન્ડેન એક્સ્ટ્રાતેજ એલપીજી બ્રાન્ડ માટે તદ્દન નવી વિડિયો કમર્શિયલનું અનાવરણ કર્યું હતું.
ઇન્ડિયન ઓઇલના એકસ્ટ્રાતેજ એલપીજી સિલિન્ડર્સના પ્રખર હિમાયતી, પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે, રસોઈ ક્ષેત્રે કેવી રીતે પરિવર્તન આવ્યું છે તેના વિશે પોતાના અનુભવો રજૂ કર્યાં હતાં.

Total Visiters :248 Total: 710672

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *