કેરેબિયન પ્રિમિયર લિગમાં સુનીલ નારાયણ રેડ કાર્ડનો શિકાર

Spread the love

વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં પોલાર્ડની આગેવાની હેઠળના નાઈટ રાઈડર્સને ધીમી ઓવર રેટ માટે 19મી ઓવર બાદ અમ્પાયરે રેડ કાર્ડ બતાવ્યું


કોલંબો
તમે ફૂટબોલના મેદાન પર રેફરીને રેડ કાર્ડ અને યલો કાર્ડનો ઉપયોગ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય ક્રિકેટના મેદાન પર અમ્પાયરને આવું કરતા જોયા છે? કદાચ નહીં. કેરેબિયન પ્રીમિયર લીગમાં રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ક્રિકેટની રમતમાં પહેલીવાર આવી ઘટના બની હતી. આ રેડ કાર્ડને કારણે પોલાર્ડની ટીમને 10 ખેલાડીઓ સાથે રમવુ પડ્યું હતું. સુનીલ નારાયણને પહેલીવાર રેડ કાર્ડનો સામનો કરવો પડ્યો હતો.
ક્રિકેટના મેદાન પર કોઈ ચાહકે કલ્પના કરી નહીં હોય કે તેને ફૂટબોલ જેવા નિયમ આ રમતમાં પણ જોવાનો મોકો મળશે. વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં પોલાર્ડની આગેવાની હેઠળના નાઈટ રાઈડર્સને ધીમી ઓવર રેટ માટે 19મી ઓવર બાદ અમ્પાયરે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ રેડ કાર્ડ મળવાના કારણે પોલાર્ડને 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું અને આ રેડ કાર્ડથી સુનીલ નારાયણને મેદાનની બહાર જવું પડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ની વર્તમાન સિઝનમાં રેડ કાર્ડનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
જો ટીમ 18મી ઓવરની શરૂઆતમાં જરૂરી ઓવર રેટથી પાછળ જોવા મળે છે, તો ટીમને વધુ એક ફિલ્ડરને 30-યાર્ડના સર્કલમાં રાખવાની જરુર પડશે. આ પછી સર્કલમાં કુલ 5 ખેલાડીઓ હશે. જો ટીમ 19મી ઓવરની શરૂઆતમાં સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરે છે, તો તેણે 30-યાર્ડના સર્કલમાં એકને બદલે બે વધારાના ફિલ્ડરો મૂકવા પડશે. આવી સ્થિતિમાં કુલ 6 ખેલાડીઓ 30-યાર્ડના સર્કલમાં રહેશે અને જો ટીમ 20મી ઓવરની શરૂઆતમાં ફિક્સ ઓવર રેટથી પાછળ જોવા મળે છે તો ટીમે 6 ખેલાડીઓને 30-યાર્ડના સર્કલમાં રાખવા પડશે તેમજ કેપ્ટને એક ફિલ્ડરને મેદાનની બહાર રાખવો પડશે. આ સિવાય બેટિંગ ટીમ પર પણ મેચને ઝડપથી આગળ વધારવાની જવાબદારી રહેશે. જો બેટ્સમેનોના કારણે રમત ધીમી ચાલે છે, તો અમ્પાયર તેમને પહેલા ચેતવણી આપશે, જો આ પછી પણ તેઓ સમય બગાડતા જોવા મળશે તો ટીમને 5 રનનો દંડ ફટકારવામાં આવે છે.

Total Visiters :86 Total: 681664

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *