મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયાના કન્વિનર બનાવાય એવી શક્યતા

Spread the love

અન્ય મુખ્ય પક્ષોના 11 નેતાઓને સહ-સંયોજકોની જવાબદારી મળી શકે છે


નવી દિલ્હી
શરૂઆતથી જ એવી અટકળો હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર બનાવવામાં આવશે, પરંતુ હવે તેને આ વાત પર મોટો ઝટકો લાગી શકે છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, હવે નીતિશ કુમારની બદલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કન્વીનર બનાવવામાં આવી શકે છે. આ સિવાય અન્ય મુખ્ય પક્ષોના 11 નેતાઓને સહ-સંયોજકોની જવાબદારી મળી શકે છે. 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનારી બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે. એટલું જ નહીં, આ દરમિયાન ઈન્ડિયા એલાયન્સના લોગોનું અનાવરણ થઈ શકે છે અને દિલ્હીમાં હેડક્વાર્ટર બનાવવાની જાહેરાત પણ થઈ શકે છે.
જેડીયુના સૂત્રોનું કહેવું છે કે, નીતિશ કુમારે પોતે કન્વીનર બનવાની ના પાડી દીધી છે. તેમના વતી કોંગ્રેસને તેના એક નેતાને કન્વીનર તરીકે નિયુક્ત કરવા કહેવામાં આવ્યું છે. ત્યારથી ખડગેને લઈને અટકળો ચાલી રહી છે. જો કે એવી પણ ચર્ચા છે કે નીતીશ કુમારના નામ પર સહમત થવું મુશ્કેલ હતું અને ખુદ લાલુ યાદવના નિવેદન બાદ સસ્પેન્સ વધુ ગાઢ બન્યું હતું. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે નીતિશ કુમારે પોતે જ પોતાનું નામ પાછું ખેંચીને કોંગ્રેસને આગળ કરી દીધી છે. નીતિશ કુમારનું કહેવું છે કે, તેઓ માત્ર એકતા માટે કામ કરવા માંગે છે. સંયોજક બનવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

Total Visiters :106 Total: 709111

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *