મધુનંદન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર કોમર્શિયલ લિફ્ટમાં માલ સામાન ચઢાવતી વખતે બનેલી ઘટનામાં મોત નીપજ્યાં
સુરત
સચીન જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સચિન જીઆઈડીસીમાં કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતાં બે કામદારોના મોત નીપજ્યાં હતાં. માલ સામાન ચઢાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હતાં. જેથી મૃતકના સ્વજનો અને સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
સચિન જીઆઇડીસીમાં આવેલી મધુનંદન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. ધર્મેશ્વર બેઠા અને સંદીપ ચૌહાણ નામના કામદારોના મોત થયાં હતાં. કંપનીની અંદર કોમર્શિયલ લિફ્ટમાં માલ સામાન ચઢાવતી વખતે બનેલી ઘટનામાં મોત નીપજ્યાં હતાં. બંને કામદારોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. હાલ સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. કામદારોના મોતને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.