જહોનિસબર્ગમાં બહુમાળી ઈમારતમાં આગથી 60થી વધુનાં મોત

Spread the love

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા


જહોનિસબર્ગ
દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ભીષણ આગની ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભીષણ આગ પાંચ માળની બિલ્ડિંગમાં લાગી હતી. ઘટનાની સૂચના મળતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. આગ પર કાબુ મેળવવાનું અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા છે અને 43 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું કે, અમને અત્યાર સુધીમાં 60થી મૃતદેહો મળી આવ્યા છે અને 43 લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટના જહોનિસબર્ગના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટમાં બની છે. આગ લાગવાના કારણ વિશે હજુ સુધી જાણ નથી થઈ. હાલમાં બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે. આ આગ ભારતીય સમય પ્રમાણે સવારે 5:00 વાગ્યે લાગી હતી.

Total Visiters :163 Total: 1093572

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *