વન-ડેમાં સૌથી ઝડપી 19 સદી ફટકારવાનો બાબર આઝમનો રેકોર્ડ

Spread the love

બાબર એશિયા કપમાં વનડે ફોર્મેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર પાકિસ્તાની બેટ્સમેન પણ બની ગયો


કરાંચી
એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા, નેપાળ સામેની ઐતિહાસિક જીત દરમિયાન બાબરે 131 બોલમાં 151 રન બનાવ્યા હતા, તેની ઈનિંગમાં તેણે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બાબરની વનડેમાં આ 19મી સદી હતી. આ ખાસ સદી દરમિયાન બાબરે ન માત્ર વનડેમાં સૌથી ઝડપી 19 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો, પરંતુ ઘણા રેકોર્ડ પણ તોડ્યા હતા.
બાબર આઝમ રેકોર્ડના આંકડા
• સૌથી ઝડપી 19 સદી, ઇનિંગ્સના હિસાબે (102 ઇનિંગ્સમાં)
• બાબર એશિયા કપમાં વનડે ફોર્મેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર પાકિસ્તાની બેટ્સમેન પણ બની ગયો છે. આ સાથે જ એશિયા કપમાં વનડે ફોર્મેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ એશિયા કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ વનડે ફોર્મેટમાં 183 રનની ઇનિંગ રમી હતી.
• બાબરના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 31મી સદી છે. આમ કરીને બાબર પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદ અને સઈદ અનવરની બરાબરી કરવામાં સફળ રહ્યો છે. મિયાંદાદ અને સઈદ અનવરે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 31 સદી ફટકારી છે. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય કરિયરમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ યુનિસ ખાનના નામે છે. યુનિસ ખાને તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 41 સદી ફટકારી છે. ઈફ્તિખાર અહેમદ અને બાબર આઝમે નેપાળ સામેની મેચમાં પાંચમી વિકેટ માટે 214 રનની ભાગીદારી કરી હતી, જે એશિયા કપના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. જણાવી દઈએ કે એશિયા કપના વનડે ફોર્મેટમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ મોહમ્મદ હફીઝ અને નાસિર જમશેદના નામે છે. બંનેએ સાથે મળીને વર્ષ 2012માં ભારત સામે 224 રનની ભાગીદારી કરી હતી.
મેચની વાત કરીએ તો બાબરે 109 બોલમાં સદી ફટકારી હતી પરંતુ તે પછી તેણે જબરદસ્ત બેટિંગ કરી અને 100થી 150 રન સુધી પહોંચવા માટે માત્ર 20 બોલનો સામનો કર્યો. મેચમાં બાબર અને ઈફ્તિખાર અહેમદે પાંચમી વિકેટ માટે 131 બોલમાં 214 રનની ભાગીદારી કરી હતી. બાદમાં પાકિસ્તાની બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાને ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં નેપાળને 238 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. વનડેમાં રનના મામલે ઘરઆંગણે પાકિસ્તાનની આ સૌથી મોટી જીત છે.

Total Visiters :111 Total: 678781

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *