સચિન તેંડૂલકરના ધરની બહાર વિરોધ પ્રદર્શન કરાયું

Spread the love

મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય બચ્ચુ કડુ અને તેમના સમર્થકો દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યું


મુંબઈ
ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય દિગ્ગજ પૂર્વ ક્રિકેટ સચિન તેંડુલકર ઓનલાઈન ગેમિંગને પ્રમોટ કરવા બદલ નિશાના પર આવ્યા છે. આજે મુંબઈમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય બચ્ચુ કડુ અને તેમના સમર્થકો દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બચ્ચુ કડુએ એક્સ (અગાઉ ટ્વીટર) પર ઘણી તસવીરો શેર કરી અને વિરોધનું કારણ પણ જણાવ્યું હતું. બચ્ચુએ લખ્યું, ભારત રત્ન સચિન તેંડુલકરને પેટીએમ ફર્સ્ટ જુગારની જાહેરાતો બંધ કરવા વારંવાર વિનંતી કરી હતી. પરંતુ આજ સુધી એવું થયું નથી. અમે તેંડુલકર વિરુદ્ધ નથી પરંતુ તે એક ભારત રત્ન વ્યક્તિ માટે અશોભનીય છે. અથવા તો તેણે જાહેરાત બંધ કરવી જોઈએ અથવા ભારત રત્ન પરત કરી દેવો જોઈએ.
ઓમપ્રકાશ બાબારાવ કડુ (બચ્ચુ કડુ) મહારાષ્ટ્રના અચલપુરથી વિધાનસભાના અપક્ષ સભ્ય છે. અચલપુર વિધાનસભા મતવિસ્તાર અમરાવતી (લોકસભા મતવિસ્તાર)નો એક ભાગ છે. તેઓ વર્ષ 2004થી 2019 સુધી સતત ચાર વખત મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા છે. તેઓ ભૂતકાળમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. બચ્ચુ હાલમાં તેમની સામેના એક કેસમાં બે વર્ષની સજા કાપી રહ્યા છે. આ પહેલા પણ બચ્ચુ કડુએ સચિન તેંડુલકરને ઓનલાઈન ગેમિંગને લઈને ધમકી આપી હતી. તેણે સચિન તેંડુલકરને લીગલ નોટિસ મોકલવાની વાત કરી હતી.

Total Visiters :128 Total: 678566

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *