જસપ્રિત બુમરાહ પિતા બન્યો, સંજનાએ પુત્રને જન્મ આપ્યો

Spread the love

પેસ બોલર ત્રણ દિવસ બાદ ફરી ટીમ સાથે જોડાઈ જશે, બુમરાહ અને સંજનાએ પોતાના પુત્રનું નામ અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું


મુંબઈ
એશિયા કપ 2023માં આજે ભારત-નેપાળ વચ્ચે ટક્કર થશે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં ટીમની ભાગ નહી હોય. બુમરાહ ગઈકાલે મુંબઈ પરત ફર્યો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે બુમરાહ પિતા બની ગયા છે. તેમની પત્ની અને જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝેંટર સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહ પુત્રના જન્મ માટે જ મુંબઈ આવ્યો હતો. તે ત્રણ દિવસ બાદ ફરી ટીમ સાથે જોડાઈ જશે.
ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે સોશ્યલ મીડિયા પર પત્ની સંજના સાથે પુત્ર અને પોતાના હાથની એક ફોટો શેર કરી છે. આ ફોટો શેર કરતા તેણે પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું હતું. બુમરાહ અને સંજનાએ પોતાના પુત્રનું નામ અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું છે. બુમરાહે આ ફોટો શેર કરતા લખ્યું, ‘ અમારી નાનકડી ફેમિલી જરાંક મોટી થઇ ગઈ છે. અમે ખુબ જ ખુશ છીએ, આજે સવારે અમે અમારા પુત્રનો સ્વાગત કર્યો, અંગદ જસપ્રીત બુમરાહ. અમે સૌ ખુબ જ ખુશ છીએ.’

Total Visiters :130 Total: 1091582

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *