ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ‘ભારત’ કરશે, તો શું ભાજપ ‘ભારત’ નામને બદલાવી નાખશે?

Spread the love

ઇન્ડિયા ભાજપની અંગત સંપત્તિ નથી, જેને તે બદલી શકેઃ રાઘવ ચઢ્ઢા


નવી દિલ્હી
જ્યારથી સંસદના વિશેષ સત્ર બોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. મોદી સરકારે વન નેશન વન ઈલેક્શન માટે કમિટીની પણ જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવતા કહ્યું હતું તેમણે દેશનું નામ બદલ્યું છે. આ મામલે કોંગ્રેસ બાદ હવે આપના સંયોજક અને દિલ્હીના સીએમએ પણ સરકાર પર પ્રહાર કર્યા છે. કેજરીવાલે કહ્યું છે કે, જો ઈન્ડિયાનું નામ બદલાશે તો ભાજપ શું કરશે? મારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ તમારા વર્ણનને આધારે અમે અમે ફૂંકાતા પવનને પણ સાંભળ્યો છે. ઈન્ડિયા નામનું એક ગઠબંધન છે, શું તમે એલાયન્સ માટે દેશનું નામ બદલી દેશો? કાલે જો કોઈ ભારત નામ રાખશે તો શું તમે ભારતનું નામ પણ બદલશો?
કેજરીવાલે કહ્યું હતું કે, આપણો દેશ 140 કરોડ લોકોનો છે. શું થશે જો ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ‘ભારત’ કરશે, તો શું ભાજપ ‘ભારત’ નામને બદલાવી નાખશે? દિલ્હીના સીએમએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનથી તેઓ ખૂબ નારાજ છે. વન નેશન વન ઈલેક્શન પર કેજરીવાલે કહ્યું કે, આનાથી જનતાને શું ફાયદો? શું આનાથી મોંઘવારી અને બેરોજગારી ઘટશે? ઉલટાનું જો વન નેશન વન ઈલેક્શન થશે તો મોંઘવારી વધશે.
ઇન્ડિયાનું નામ બદલવાના મુદ્દે આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આ નિર્ણય ભાજપે જાણી જોઈને વિરોધ પક્ષોને ગુસ્સે કરવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લોકોમાં નવેસરથી ચર્ચા જગાવી છે. દેશ કોઈ રાજકીય પક્ષનો અંગત મામલો નથી. ભારત 135 કરોડ ભારતીયોનો મામલો છે. આ આપણી રાષ્ટ્રીય ઓળખ છે. ઇન્ડિયા ભાજપની અંગત સંપત્તિ નથી, જેને તે બદલી શકે.

Total Visiters :126 Total: 1097350

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *