યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડ કરનારી એસબીઆઈ દેશની સાતમી બેન્ક

Spread the love

હવે ગ્રાહકો માટે બેન્કે ડિજિટલ રૂપિયાની સાથે ઈન્ટર ઓપરેબલ બનાવી દીધુ છે, આનાથી તે એસબીઆઈ એપ દ્વારા જ યુપીઆઈ કોડ સ્કેન કરીને સીધા ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરી શકશે


નવી દિલ્હી
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની 7 મી બેન્ક બની ગઈ છે જેનાથી યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડની પરમિશન આપી દેવાઈ છે. એસબીઆઈએ સેન્ટ્રલ બેન્ક ડિજિટર કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીએ લઈને યુપીઆઈ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા ગ્રાહકો માટે શરૂ કરી દીધી છે. આ ફેસિલિટીને બેન્કે ઈન્ટરઓપરેબિલિટીનું નામ આપ્યુ છે. ખાસ વાત એ છે કે એસબીઆઈના આ પગલા બાદથી ગ્રાહકોને ડિજિટલ કરન્સીમાં લેવડદેવડ કરવામાં સરળતા રહેશે. એસબીઆઈ સિવાય દેશના 6 અન્ય બેન્ક છે જે પોતાના ગ્રાહકોને યુપીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા આપી રહ્યા છે.
એસબીઆઈ તે બેન્કોમાંથી એક છે જેણે આરબીઆઈના રિટેલ ઈ-રૂપિયા પ્રોજેક્ટમાં ડિસેમ્બર 2022માં ભાગ લીધો હતો. ભારતીય સ્ટેટ બેન્કે આ મામલે જાણકારી આપતા કહ્યુ હતુ કે ડિજિટલ કરન્સી લોકો માટે ગેમચેન્જર સાબિત થશે. હવે ગ્રાહકો માટે બેન્કે ડિજિટલ રૂપિયાની સાથે ઈન્ટર ઓપરેબલ બનાવી દીધુ છે. આનાથી તે એસબીઆઈ એપ દ્વારા જ યુપીઆઈ કોડ સ્કેન કરીને સીધા ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરી શકશે.
આ બેન્કોને પણ યુપીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા મળી રહી છેઃ બેન્ક ઓફ બરોડા,
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, યશ બેન્ક, આઈડીએફસી બેન્ક, એચએસબીસી બેન્ક
ઉલ્લેખનીય છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022-23 માં સીબીડીસીનું એલાન કર્યુ હતુ. જે બાદ રિઝર્વ બેન્કે તેના પાયલટ પ્રોજેક્ટ દ્વારા ડિસેમ્બર 2022થી તેની ટ્રાયલ શરૂ કરી હતી. ઘણી બેન્ક આરબીઆઈના આ પ્રોજેક્ટથી જોડાઈ ચૂકી છે. હવે એસબીઆઈનું આ પ્રોજેક્ટ સાથે જોડાવુ ખૂબ સારુ છે કેમ કે ગ્રાહકો અને બ્રાન્ચમાં SBI દેશની સૌથી મોટી બેન્ક છે.

Total Visiters :119 Total: 1093596

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *