મહેન્દ્રસિંહ ધોનીએ યુએસના પૂર્વ પ્રમુખ ટ્ર્મ્પ સાથે ગોલ્ફની મજા માણી

Spread the love

ભારતના પૂર્વ કેપ્ટન ધોનીને પૂર્વ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગોલ્ફ ક્લબ બેડમિંસ્ટરમાં ગોલ્ફ રમવા માટે બોલાવ્યા હતા


વોશિંગ્ટન
ભારતીય ક્રિકેટ ટીમના મહાન કેપ્ટનોમાંથી એક એવા મહેન્દ્ર સિંહ ધોનીના પ્રશંસક ભારતમાં જ નહીં વિશ્વમાં પણ છે. ધોનીએ ક્રિકેટમાં ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. ધોની આઈસીસીની ત્રણ મેજર ટુર્નામેન્ટ જીતાડનાર વિશ્વના એકમાત્ર કેપ્ટન છે. ધોનીને ક્રિકેટ સિવાય અન્ય રમતો પણ પસંદ કરે છે. ધોનીનો પ્રથમ પ્રેમ ફુટબોલ છે આ સિવાય તે ટેનિસ અને ગોલ્ફ રમવાનું પણ ચુક્તો નથી. ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન હાલ યુએસ ઓપન જોવા પહોંચ્યો હતો. હવે તેની એક નવી તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જોવા મળી રહ્યા છે.
ધોની હાલમાં અમેરિકાના પ્રવાસે છે ત્યારે કેપ્ટન કુલ ધોનીએ યુએસ ઓપનનો મેચ જોવા સિવાય ગોલ્ફ રમવાનો પણ આનંદ માણ્યો હતો. આ દરમિયાન ધોની સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ જોવા મળ્યા હતા. બંનેની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. ભારતના પૂર્વ કેપ્ટન ધોનીને અને પૂર્વ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગોલ્ફ ક્લબ બેડમિંસ્ટરમાં ગોલ્ફ રમવા માટે બોલાવ્યા હતા. ધોનીના નજીકના વ્યક્તિ હિતેશ સાંધવીને આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
આ ઉપરાંત સાંધવીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં ધોની અને ટ્રમ્પ બંને એક સાથે ગોલ્ફ રમતા જોવા મળી રહ્યા છે. દુબઈ સ્થિત વ્યવસાયી સાંધવી એમએસ ધોનીની સાથે જ હતા અને તેમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ભારતના પૂર્વ ક્રિકેટ કેપ્ટનની સાથે તસવીર પણ શેર કરી હતી.

Total Visiters :150 Total: 1378298

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *