રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને આલિયા ભટ્ટની બ્રાન્ડ એડ-અ-મમ્મા વચ્ચે સંયુક્ત સાહસ

Spread the love

મુંબઈ

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)એ 51% બહુમતી હિસ્સા માટે અભિનેત્રી આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતાઓ માટેના વસ્ત્રોની ખાસ બ્રાન્ડ એડ-એ-મમ્મા સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા. બ્રાન્ડના સ્થાપક આલિયા ભટ્ટ સાથે નજીકથી સહયોગ સાધીને અને પેટાકંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડની મેનેજમેન્ટ ક્ષમતાનો લાભ લઈને બિઝનેસને આગળ વધારવા બ્રાન્ડને ગતિશીલ વૃદ્ધિના માર્ગે લઈ જવાનો આરઆરવીએલનો ઉદ્દેશ્ય છે. આ ભાગીદારી યુવા પેઢી માટે સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

આલિયા ભટ્ટ દ્વારા વર્ષ 2020માં સ્થાપવામાં આવેલી 2થી 12 વર્ષની વયના બાળકો માટે વસ્ત્રોની બ્રાન્ડ એડ-અ-મમ્મા બાળકોમાં પ્રકૃતિ માટે પ્રેમ પ્રેરિત કરવા માટે પ્રાકૃતિક કાપડ અને પ્રકૃતિની થીમ પર ભારત મૂકવાના માધ્યમથી યુવા પરેન્ટ્સ અને બાળકોમાં ખૂબ જ સ્વીકૃત બની છે. તેના ઓનલાઈન વેચાણની શરૂઆતથી લઈને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં તેની ઓફલાઈન હાજરી સુધી એડ-એ-મમ્માએ સમજદાર ગ્રાહકોમાં પોતાની પસંદગીની બ્રાન્ડ તરીકે પોતાને ઝડપથી પ્રસ્થાપિત કરી છે.

ગયા વર્ષે થયેલી નોંધપાત્ર પ્રગતિમાં બ્રાન્ડે પ્રસૂતા માતાઓ માટેના વસ્ત્રોનો સમાવેશ કરવા માટે તેની કેટેગરીને વિસ્તારી જે આલિયા ભટ્ટની ગર્ભાવસ્થા સાથે સુસંગત હતી અને તે પછી નવજાત અને શીશુ માટેના વસ્ત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા – જે બ્રાન્ડની વૈવિધ્યતાને દર્શાવે છે.

એડ-એ-મમ્માની લોકપ્રિયતા વધવાનું નિરંતર જારી છે અને નવીન પર્યાવરણીય પહેલો સાથે બ્રાન્ડને વધુ મજબૂત બનાવે છે જેમ કે ચોટલી વાળવા માટે પ્લાસ્ટિક બટનનો ઉપયોગ નહીં કરીને વેસ્ટ ફેબ્રિકનો ઉપયોગ કરવો. કુદરત સાથેના જોડાણને વધુ ગાઢ બનાવવા માટેની બ્રાન્ડની પ્રતિબદ્ધતા એમાં દેખાય છે કે બ્રાન્ડના દરેક વસ્ત્રો સાથે સીડબોલના સમાવેશ થકી બાળકો અને માતાપિતાને હરિયાળા ભવિષ્યના નિર્માણમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

“રિલાયન્સમાં અમે હંમેશા એવી બ્રાન્ડ્સની પ્રશંસા કરી છે જે મજબૂત હેતુ સાથે લઈ ચાલે છે અને એડ-એ-મમ્મા તથા તેના સ્થાપક આલિયા ભટ્ટ દ્વારા સંપૂર્ણ રીતે ઉદાહરણરૂપ અનન્ય ડિઝાઇન ઇથોસને નક્કર સ્વરૂપ આપે છે. બ્રાન્ડની મુખ્ય રજૂઆત તરીકે ટકાઉપણા સાથે બ્રાન્ડે નૈતિક રીતે સ્ત્રોત સામગ્રી અને પર્યાવરણ સભાન ઉત્પાદન પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વસ્ત્રો તૈયાર કરવા માટેની બારીકીઓ ધ્યાને લઈ પ્રશંસા મેળવી છે. ફેશન ઉદ્યોગ માટે વધુ જવાબદાર ભવિષ્યને પ્રોત્સાહન આપવાના રિલાયન્સ બ્રાન્ડ્સના વિઝન સાથે આ બાબત તમામ રીતે સુસંગત છે,” તેમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું.

“આલિયાની દીકરી અને મારા જોડિયા બાળકો બે અઠવાડિયાના અંતરે જન્મ્યા છે અને અમે તે જ સમયે સંયોગથી એડ-એ-મમ્મા બ્રાન્ડના પ્રસૂતા માટેના વસ્ત્રો પહેરીને અમારી ગર્ભાવસ્થામાંથી પસાર થયા હતા, અને હવે અમારા બાળકોને એડ-એ-મમ્મા કિડ્સવેર પહેરાવીએ છીએ, જે તેમને ગમે છે! તેથી જ આ ખાસ છે – ઉત્પાદન, બ્રાન્ડ અને ભાગીદારી ખાસ કરીને મારા હૃદયની નજીક છે,” તેમ પણ ઈશા અંબાણીએ વ્યક્તિગત નોંધમાં ઉમેર્યું હતું.

સંયુક્ત સાહસ વિશે બોલતા આલિયા ભટ્ટે કહ્યું કે, “ઇશા અને મારી વચ્ચે બે નવી માતાઓ તરીકે એક સરખી વેવલેન્થ છે જેમાં માતાઓ શું ઇચ્છે છે તેની ચર્ચા કરી છે. મેં તેમને એ પણ કહ્યું કે અમે એડ-એ-મમ્મામાં પહેલાથી શું કરી રહ્યા છીએ અને કેવી રીતે વધુ કરવા માટે અવકાશ છે. તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સ સપ્લાય ચેઇનથી રિટેલ અને માર્કેટિંગ સુધી દરેક બાબતમાં વધુ ક્ષમતા લાવી શકે છે. આ સંયુક્ત સાહસ સાથે અમે એડ-એ-મમ્માને ઘણા વધુ બાળકો અને માતા-પિતા સુધી લઈ જવા અને અમે જે કંઈ કરીએ છીએ તેના દ્વારા પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પ્રેરિત કરવાનું ચાલુ રાખીએ છીએ.”

આ ભાગીદારીથી બ્રાન્ડને પર્સનલ કેર અને બેબી ફર્નીચર જેવા નવા ક્ષેત્રોમાં વિસ્તારાશે અને ચાઇલ્ડ ફ્રેન્ડ્લી, પેરન્ટ ફ્રેન્ડ્લી અને પ્લેનેટ ફ્રેન્ડ્લી હોવાના તેના મુખ્ય મૂલ્યોને જાળવી રાખશે. બાળકોની વાર્તા પુસ્તકો અને એનિમેટેડ શ્રેણી પણ રજૂ થવા માટે તૈયાર છે જે એડ-એ-મમ્માની મોહક દુનિયામાં જીવનનો શ્વાસ લેશે.

Total Visiters :388 Total: 852036

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *