શાહરૂખની જવાનની રિલિઝના પહેલા જ દિવસે વર્લ્ડ વાઈડ 100 કરોડની કમાણી

Spread the love

પહેલા દિવસે શોની સાથે સાથે બોક્સ ઓફિસમાં ગદરને ટક્કર મારી, 10 દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડને તોડી નાખ્યો


મુંબઈ
જવાન બોક્સ ઓફિસ પર કેટલુ કલેક્શન કર્યુ છે ? દરેક લોકોના મોઢે એક જ સવાલ છે. જવાનના પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ કેટલાની કમાણી કરી હશે. બીજો સવાલ એ પરંતુ શાહરુખ ખાનના ફેન્સને તેનો જવાબ મળી ગયો હશે. શાહરુખ ખાન નયનતારા, વિજય સેતુપતી, પ્રિયામણિ, સાન્યા મલ્હોત્રા,રિદ્ધિ ડોગરા, લહર ખાન અને સંજય દત્તની ફિલ્મે તેના પહેલા દિવસે શોની સાથે સાથે બોક્સ ઓફિસમાં ગદરને ટક્કર મારી છે.
ફિલ્મ વિશે શરુઆતના આંકડા બતાવી રહ્યા છે કે એસઆરકેની ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે તેમજ આ સાથે 10 દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ રીતે શાહ રુખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે.
આટલુ જ નહી મનોબાલાની એ 10 ફિલ્મોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને પહેલા ભારતમાં રેકોર્ડ તોડ કમાણી કરી છે. આ મામલે પહેલા નંબર પર પઠાણ આવે છે જેને 57 કરોડ રુપિયાની કમાણી કરી હતી. તેના પછી કેજીએફ ચેપ્ટર 2 એ 53.95 કરોડ રુપિયાની કમાણી કરી હતી, ઠગ્સ ઓફ હિંદોસ્તાનને 52.25 કરોડ રુપિયા, હેપ્પી ન્યુ ઈયરે 44.97 કરોડ રુપિયા, ભારતે 42.30 કરોડ રુપિયા, બાહુબલી 2 એ 41 કરોડ રુપિયા, પ્રેમ રતન ધન પાયોએ 40.35 કરોડ, ગદર 2 એ 40.10 કરોડ રુપિયા અને સુલ્તાને 36.54 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

Total Visiters :100 Total: 847686

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *