નિફ્ટી ઓલટાઈમ હાઈ 20000ની સપાટી પર, રોકાણકારોને એક દિવસમાં ત્રણ લાખ કરોડનો ફાયદો

Spread the love

ભારતનો ડિપ્લોમેટિક પ્રભાવ વધી રહ્યો હોવાથી શેરબજારમાં પોઝિટિવ અસર પડી, સેન્સેક્સ પણ 528 પોઈન્ટ વધીને 67,127 ઉપર બંધ


મુંબઈ
ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ શાનદાર સાબિત થયો. સ્ટોક માર્કેટના બંને ઈન્ડેક્સમાં શરૂઆતના વેપારમાં હરિયાળી છવાઈ હતી અને દિવસના કારોબારનો અંત થાય તે પહેલાં જ મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી-50એ ઈતિહાસ રચી દીધો હતો. ખરેખર બપોરના સમયે નિફ્ટી ઈન્ડેક્સ તેના તમામ જૂના રેકોર્ડ ધરાશાયી કરતાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું અને 20000ના લેવલ પર પહોંચી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2023 બાદ નિફ્ટીનો આ નવો રેકોર્ડ હાઈ છે. અગાઉ આ આંકડો 19995નો હતો. સમાચાર લખાવા સુધી નિફ્ટી 187.90 પોઈન્ટના ઉછાળા સાથે 20007.05 પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોમવારે શેરબજારની શરૂઆતમાં જ બજારમાં ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન નિફ્ટી-50 ઈન્ડેક્સ સવારે 19890ના સ્તરે ઓપન થયું હતું. જેમ જેમ બજાર આગળ વધ્યો તેમ તેમ નિફ્ટીએ ઝડપથી ગતિએ ઉછાળો દર્શાવ્યો હતો. પહેલીવાર નિફ્ટીએ આ સ્તરને સ્પર્શ કર્યો છે.
50 શેરના ઈન્ડેક્સ નિફ્ટીએ માત્ર 36 સેશનમાં નવી હાઈ સપાટી બનાવી છે. જી-20 સમિટની સફળતાના કારણે ભારતના ડિપ્લોમેટિક પ્રભાવમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે. આજની તેજીના કારણે રોકાણકારોને માત્ર એક દિવસમાં ત્રણ લાખ કરોડનો ફાયદો થયો છે. આજે બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ્સના શેર ટોપ ગેઈનર રહ્યા હતા.
શેરબજારમાં આજે જોરદાર તેજીનો માહોલ છે જેમાં નિફ્ટીએ પહેલી વખત 20000ની સપાટી વટાવી હતી. નિફ્ટી આજે વધીને 20,008 પાર ગયો હતો અને 19996 પર બંધ આવ્યો હતો. છેલ્લે નિફ્ટીની ઓલ-ટાઈમ હાઈ સપાટી રૂ. 19,991.85 હતી જે 20 જુલાઈએ નોંધાઈ હતી. આ સાથે નિફ્ટીએ માત્ર 36 સેશનમાં નવી હાઈ સપાટી બનાવી છે.
જી20 સમિટ પછી ઈકોનોમી અંગે ઉત્સાહનો માહોલ છે જેના કારણે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે તેજી જોવા મળી છે. સેન્સેક્સ પણ 528 પોઈન્ટ વધીને 67,127 ઉપર બંધ આવ્યો હતો. જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું કે ભારતનો ડિપ્લોમેટિક પ્રભાવ વધી રહ્યો હોવાથી શેરબજારમાં પોઝિટિવ અસર પડી છે અને બજાર વધ્યું છે. ખાસ કરીને જી20 દિલ્હી ડિકલેરેશનના કારણે બધી જગ્યાએ તેની નોંધ લેવાઈ છે.
જી20માં હવે આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્ડિયા-મિડલ ઈસ્ટ -યુરોપ કોરિડોર બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે જેનાથી અર્થતંત્ર અને બજાર પર હકારાત્મક અસર પડશે. ઉદાહરણ તરીકે જી20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવો એ ભારતી એરટેલ માટે બહુ મોટી વાત હશે કારણ કે આફ્રિકામાં ભારતી એરટેલની નોંધપાત્ર હાજરી છે.
છેલ્લા બે મહિનાથી નિફ્ટી માટે 20,000નો સ્તર હાથવેંતમાં હોવા છતાં દૂર જતો રહેતો હતો. જી20માં ભારતની લિડરશિપ આસપાસ જે આશાવાદ છવાયો હતો તેના કારણે બજારને ઉત્તેજન મળ્યું છે. ક્રૂડ ઓઈલનો ભાવ 90 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચવા છતાં બજારમાં તેની ચિંતા દેખાતી ન હતી.
બજારમાં આજે આવેલી તેજીના કારણે રોકાણકારોને માત્ર એક દિવસમાં ત્રણ લાખ કરોડનો ફાયદો થયો છે. રિટેલ અને અન્ય ડોમેસ્ટિક સંસ્થાકીય રોકાણકારો દલાલ સ્ટ્રીટમાં પુષ્કળ નાણાં ઠાલવી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં એફઆઈઆઈ નેટ સેલર્સ રહ્યા હોવા છતાં સેન્સેક્સ અને નિફ્ટીએ ઉંચાઈ દર્શાવી છે. શુક્રવારે ડીઆઈઆઈ દ્વારા 1100 કરોડની ખરીદી કરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનાના આંકડા મુજબ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઈનફ્લો ડબલ કરતા વધારે થઈને 20,245 કરોડ થયો હતો. જ્યારે એસઆઈપીનું યોગદાન 15,813 કરોડ રૂપિયા હતું.
આજે શેરમાર્કેટમાં હેવી વેઈટ શેરોમાં જંગી ખરીદી જોવા મળી છે. નિફ્ટીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ્સના શેર ટોપ ગેઈનર્સ હતા અને તેમાં 7 ટકા સુધી વધારો થયો હતો. આજે મિડિયાને બાદ કરતા બાકીના તમામ ઈન્ડેક્સ પોઝિટિવ હતા. નિફ્ટી બેન્ક, ફિન નિફ્ટી, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી આઈટીમાં એક-એક ટકાનો વધારો થયો હતો જ્યારે નિફ્ટી ઓટોમાં 1.7 ટકા વધારો થયો હતો.

Total Visiters :146 Total: 1094419

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *