બાળકોનું કુટેવોથી બચાવવા માના હાથનું ભોજન આપો

Spread the love

ફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જોઈએ જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે, એવું પણ કોર્ટનું સુચન


તિરુવનંતપુરમ
મંગળવારે કેરલ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમ્યાન માંના હાથનું બનાવેલ ભોજનના વખાણ કરતા કહ્યું હતું કે, જો માતા પિતાએ તેમના બાળકોને કુટેવોથી બચાવવા હોય તો તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરેલા ભોજનના બદલે માંના હાથનું બનાવેલું ભોજન આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમને કહ્યું કે ફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જોઈએ. જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે.
હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે, સ્વિગી અને ઝોમેટો દ્વારા રેસ્ટોરાંમાંથી ખોરાક ખરીદવાને બદલે, બાળકોને તેમની માતા દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવા દો અને બાળકોને રમતના મેદાનમાં રમવા દો, જયારે તેઓ રમીને પાછા આવે ત્યારે તેમને માંના હાથથી બનેલા ભોજનનો ખુશ્બુ લેવા દો.
પોર્નોગ્રાફી સંબંધિત એક કેસની સુનવણી દરમ્યાન કેરલ હાઇકોર્ટના જસ્ટીસ પીવી કુન્હિક્રિષ્નને માતાપિતાને સલાહ આપી કે તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરતા બચે. એક વ્યક્તિને રસ્તા પર ઉભા રહીને પોતાના મોબાઈલમાં પોર્ન જોવાના આરોપમાં પોલીસે પકડ્યો હતો, પરંતુ કોર્ટે આ મામલાની સુનવણી કરતી વખતે તેના વિરુદ્ધના આરોપને ખારીજ કર્યા હતા.
હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, પોર્નોગ્રાફી ખાનગીમાં જોવી, તેને શેર કર્યા વિના અથવા અન્યને દર્શાવ્યા વિના, એ ભારતીય દંડ સંહિતાની કલમ 292 હેઠળ ગુનો ગણવામાં આવશે નહીં.
જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને મોબાઈલ પર ખાનગીમાં પોર્ન વીડિયો જોવાને ગોપનીયતાના અધિકાર તરીકે ગણાવ્યા હોવા છતાં, તેમણે તમામ માતા-પિતાને તેમના બાળકો પર નજર રાખવાનું પણ સૂચન કર્યું હતું. તેઓએ કડક દેખરેખ વિના સગીર બાળકોને મોબાઈલ ફોન આપવા સાથે સંકળાયેલ સંભવિત જોખમો વિશે ચેતવણી નોંધ પણ જાહેર કરી હતી. જજે કહ્યું કે મોબાઈલમાં ખોટા વીડિયો જોઈને બાળકો બરબાદ થઈ શકે છે. તેથી, તેમને મોબાઇલની આદતથી બચાવવું વધુ સારું છે.

Total Visiters :1712 Total: 553926

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *