અમેરિકી એરફોર્સને પ્રથમ એર ટેક્સી ડીલીવર કરવામાં આવી

Spread the love

નાસા દ્વારા એરફોર્સના એફેરેક્સ પ્રોગ્રામ અંતર્ગત કરાર મુજબ એક ટેસ્ટ કરવામાં આવશે જેમાં અમેરિકાના એર સ્પેસમાં કેટલા વ્હીકલ સમાઈ શકે છે એ જોવાશે

વોશિંગ્ટન

એર ટેક્સી એક એવો શબ્દ છે જે સંભાળીને એવું લાગે કે હવામાં ઉડતી ટેક્સી. જે હવે હકીકત બનવા જઈ રહી છે અને અમેરિકી એરફોર્સને પ્રથમ એર ટેક્સી ડીલીવર કરવામાં આવી છે. કેલીફોર્નીયાની જોબાય એરોસ્પેશ એ હાલમાં જ જાણકારી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સને ઇલેક્ટ્રિક એર ટેક્સી ડીલીવર કરવામાં આવી છે. 

નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ એરફોર્સના એફેરેક્સ પ્રોગ્રામ અંતર્ગત એક કરાર કરવામાં આવ્યો છે. આ કરાર મુજબ નાસા દ્વારા એક ટેસ્ટ કરવામાં આવશે અમેરિકાના એર સ્પેસમાં કેટલા વ્હીકલ સમાઈ શકે છે. 

નાસાની એડવાન્સ એર મોબીલીટી (એએએમ) મિશનના ઈન્ટીગ્રેશન મેનેજર પરિમલ કોપારડેકર પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે  એફવેરેક્સ, યુએસએ એરફોર્સ રિસર્ચ લેબોરેટરીનું ટેકનોલોજી ડીરેક્ટોરેટ અને યુએસ એરફોર્સની ઇનોવેશન વિંગ પણ છે. નાસા ને  એપવેરેક્સ વચ્ચે એડવાન્સ એર મોબીલીતી બાબતે કોલેબોરેશન છે. જે બાબતે ઝડપી ગ્રોથ કરવા લેટેસ્ટ રિસોર્સ અને બેસ્ટ ટેલેન્ટ સાથે કામ કરવામાં આવે છે. 

2024 શરુ થતા જ નાસાના પાયલોટ અને રિસર્ચર જોબી એરક્રાફ્ટના ટેસ્ટીંગ પર કામ કરશે. આ ઉપરાંત નાસા એર ટ્રાફિક મેનેજમેન્ટ, ફ્લાઈટ પ્રોસીજર અને ગ્રાઉન્ડ બેઝ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ કામ કરશે. દુનિયાની સૌથી મોટી સ્પેસ એજન્સીમાં માત્ર નાસા તેના પાઇલોટ અને એડવાન્સ્ડ હાર્ડવેર ટેકનોલોજી જેવી પોતાની મોબાઇલ ઓપરેટિંગ સુવિધાનો ઉપયોગ કરશે.

ઇલેક્ટ્રિક એર ટેક્સીનો સૌથી વધુ ઉપયોગ જંગલમાં લાગેલી આગ, મેડીકલ સપ્લાય ડીલીવરી જેવી  ઈમરજન્સી સિચ્યુએશનમાં કરવામાં આવશે. નાસાને આશા છે કે આ ટેકનોલોજીનો ભવિષ્યમાં વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવે જેથી એર ટેક્સી અને ડ્રોન ઉદ્યોગનો વિકાસ થાય. 

Total Visiters :102 Total: 678934

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *