ઈદના જુલૂસ પર વિસ્ફોટમાં 50થી વધુનાં મોત, 100 ઘાયલ

Spread the love

તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી, વિસ્ફોટમાં મરનારાઓમાં કેટલાક પોલીસ કર્મીઓનો પણ સમાવેશ

ઈસ્લામાબાદ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઈદ નિમિત્તે નિકળેલા જુલૂસને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ અને તેમાં 50થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે.

પાકિસ્તાનનો આ વિસ્તાર ધીરે ધીરે અશાંતિની આગમાં ઝોંકાઈ રહ્યો છે. બલૂચ બળવાખોરો અને પાકિસ્તાની  સુરક્ષાદળો વચ્ચે પણ છાશવારે અથડામણો થતી હોય છે. દરમિયાન આ પ્રાંતનાન મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ પાસેથી ઈદ નિમિત્તે સરઘસ નિકળ્યુ હતુ અને તેને ટાર્ગેટ કરીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 100 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. વિસ્ફોટમાં મરનારાઓમાં કેટલાક પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે.

બલૂચિસ્તાનમાં આ મહિનાની શરુઆતમાં પણ આ જ જિલ્લામાં વિસ્ફોટ થયો હતો અને તેમાં 11 લોકો ઘાયલ થયા હતા.આ ઉપરાંત એક સરકારી અધિકારીને બસ સ્ટેન્ડ પર ગોળી મારવાની ઘટના પણ બની હતી.

પાકિસ્તાનમાં આતંકી સંગઠનો વચ્ચેની દુશ્મનાવટ પણ હુમલાનુ કારણ બનતી હોય છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ક્વેટા શહેરની મસ્જિદમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ 10 લોકોના મોત થયા હતા.

બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરોની બલૂચિસ્તાન લિબરેશન આર્મી પણ સક્રિય છે.સાથે સાથે તહેરીક એ તાલિબાન સંગઠન પણ પાકિસ્તાની સરકારની નાકમાં દમ કરી રહ્યુ છે.બલૂચિસ્તાનમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ સામે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ છે.તેમને લાગે છે કે, આ પ્રોજેકટથી બલૂચિસ્તાનને કોઈ ફાયદો થયો નથી.

Total Visiters :142 Total: 678886

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *