બધું કાગળ પર જ છે, જમીનની વાસ્તવિકતા કંઈક જુદી છેઃ સુપ્રીમ

Spread the love

સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં દિલ્હી અને પંજાબ સહિત પાંચ રાજ્યોને પૂછ્યું હતું કે પ્રદૂષણને રોકવા માટે શું પગલાં લીધાં


નવી દિલ્હી
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રદૂષણ ખુબ જ વધી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા આકરી પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે બધું માત્ર કાગળ પર જ થઈ રહ્યું છે જમીનની વાસ્તવિક્તા કંઈક બીજી જ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દિલ્હી અને પંજાબ સહિત પાંચ રાજ્યોને પૂછ્યું હતું કે પ્રદૂષણને રોકવા માટે શું પગલાં લીધાં છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ વધી રહ્યું હોવા છતાં પણ પંજાબમાં મોટી સંખ્યામાં પરાલ સળગાવવામાં આવે છે. આ ઉપરાંત કોર્ટે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને સાત દિવસની અંદર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. પાંચ રાજ્યોના મુખ્ય સચિવોએ સાત દિવસમાં જ એફિડેવિટ ફાઇલ કરવાની રહેશે. સુનાવણી દરમિયાન એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓથોરિટીએ એફિડેવિટ આપીને કહ્યું કે પ્રદૂષણને રોકવા પૂરતા પગલા લેવામાં આવ્યા છે જો કે સુપ્રીમ કોર્ટ ઓથોરિટીના આ રિપોર્ટથી સંતુષ્ટ ન હતી. કોર્ટે કહ્યું કે પ્રદૂષણની સમસ્યા દર વર્ષે આપણી સામે આવે છે પરંતુ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)માં કોઈ ફોરફાર જોવા મળતો નથી.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે અને પ્રદૂષણ રોકવા માટે ઘણા પગલાં લીધા છે પરંતુ આજે પ્રદૂષણની હાલત અત્યંત ખરાબ છે. આ ઉપરાંત કેન્દ્રએ પ્રદૂષણની સ્થિતિને લઈને એક રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષ અને આજની વર્તમાન સ્થિતિનો ખુલાસો કરવામાં આવ્યો છે આ સિવાય પ્રદૂષણ થવાના પરિબળો પણ જણાવવામાં આવ્યા છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે પરાલ સળગાવવાની ઘટનાઓ વધી છે પણ તે ગત વર્ષની સરખામણીમાં 40 ટકાથી ઓછી છે. જો કે સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે પરાલ સળગાવવા પર શું પગલાં લેવામાં આવ્યા? સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સમયે દિલ્હીમાં એક્યુઆઈ સારી નથી. અમને આવનારી પઢીની ચિંતા છે. દિલ્હીની એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો થઈ રહ્યો નથી.

Total Visiters :96 Total: 678882

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *