ઈન્ડિયનઓઈલે 35મા વર્લ્ડ એલપીજી એસોસિયેશન ફોરમ ખાતે વૈશ્વિક નેતૃત્વ દાખવ્યું

Spread the love

એલપીજીને સાતત્યપૂર્ણ ભાવિના ઈંધણ તરીકે પ્રમોટ કર્યું

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના માર્કેટિંગ વિભાગના ડિરેક્ટર શ્રી. વી. સતિષ કુમારે રોમમાં એલપીજી સપ્તાહ દરમિયાન તાજેતરમાં સંપન્ન થયેલી 35મી વર્લ્ડ એલપીજી એસોસિયેશન (WLPGA) ફોરમમાં એલપીજી ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ પ્રત્યે કોર્પોરેશનની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.આ કાર્યક્રમે જોડાણ, જ્ઞાનનાં આદાન-પ્રદાન અને એલપીજી ક્ષેત્રમાં નવીનત્તમ પ્રવાહો અને પડકારોની શોધ માટે મહત્ત્વપૂર્ણ મંચ તરીકે કામ કર્યું હતું.

‘જસ્ટ એનર્જી’ થીમ પર આધારિત 35માં વર્લ્ડ એલપીજી એસોસિએશન ફોરમમાં125થી વધુ દેશોની 300થી વધારે કંપનીઓ એકમંચ પર ઉપસ્થિત રહી હતી.35માં વર્લ્ડ એલપીજી એસોસિએશન ફોરમમાં ઇન્ડિયન ઓઇલના નેતૃત્વની ભાગીદારી પર્યાવરણની જાળવણીના મહત્વને ધ્યાનમાં રાખીને નવીનતા, સાતત્યતા અને સર્વસમાવેશક વૃદ્ધિ મારફતે એલપીજી ઉદ્યોગમાં સકારાત્મક પરિવર્તન લાવવાની કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય સતત બે ટર્મ સુધી વર્લ્ડ એલપીજી એસોસિએશન (ડબલ્યુએલપીજીએ)ના પ્રમુખના પ્રતિષ્ઠિત હોદ્દા પર રહ્યા હતા અને જે વૈશ્વિક એલપીજી ક્ષેત્ર પ્રત્યે કંપનીના સતત નેતૃત્વ અને સમર્પણને દર્શાવે છે.

આ કાર્યક્રમ દરમિયાન શ્રી વી. સતીષકુમારે એલપીજી ઉદ્યોગ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતો અંગે અમૂલ્ય જાણકારીઓ રજૂ કરી હતી. વૈશ્વિક ઉર્જા કંપનીઓના સીઈઓસ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટરની સાથે સાથે તેમણે  સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ વિકલ્પ તરીકે એલપીજીના વપરાશ પર ભાર મુક્યો હતો. આ ઉપરાંતશ્રી કુમારે,પરિવારના આરોગ્ય પર મહત્વની અસર કરતાં, સાતત્યપૂર્ણ ભવિષ્ય પ્રદાન કરતા અનેકાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં એલપીજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

શ્રી વી. સતીષ કુમારે, ભારત સરકારની મુખ્ય પહેલએવી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સફળતા તરફ પણ ધ્યાન દોર્યું હતું, જેનો ઉદ્દેશ દરેક ઘરને રાંધણ ગેસ સુલભ કરાવવાનો છે. જેની કલ્પના ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ સહિત જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)એ સામૂહિક રીતે 100 મિલિયન એલપીજી જોડાણોઉપલબ્ધ બનાવ્યાં છે, જે આરોગ્યને પ્રોત્સાહન આપવાની સાથે સાથેજઘરની અંદરનાં પ્રદૂષણને ઘટાડવા અંગેની પહેલની સફળતા પર ભાર મૂકે છે.

એલપીજીની સામાજિક અસર પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત શ્રી વી. સતીષ કુમારે ટેકનોલોજીકલ નવીનતા માટે ઇન્ડિયન ઓઇલની પ્રતિબદ્ધતા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટેક્નોલોજીકલ સંશોધનો અને એલપીજી અપનાવવાની સામાજિક અસર અંગે જણાવી એલપીજીની અસરકારકતા વધારવા લેવાયેલાં પગલાં તથા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અનુરૂપ પેકેજની રજૂઆત પર પણ ચર્ચા કરી હતી. વી. સતીષ કુમારે ઉત્પાદનને બહેતર બનાવવા, એકંદર ખર્ચઘટાડવા અને ઊર્જા સંક્રમણમાં યોગદાન આપવા માટે ટેકનોલોજી-સંચાલિત સોલ્યુશન્સ માટે ઇન્ડિયન ઓઇલના સમર્પણ પર પણ ભાર મૂક્યો હતો.

 આ ઉપરાંતશ્રી  સતીષ કુમારે ભારતના આદરણીય વડાપ્રધાનની આગેવાની હેઠળની એક પહેલ ‘ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ’  અંગેની વિવિધ નવિનતમ માહિતી પણ રજૂ કરી હતી, જેમાં દેશના ઊર્જા પરિવર્તનમાં જૈવિક બળતણને એક મુખ્ય તત્વ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ઈન્ડિયન ઓઈલ દ્વારા સક્રિયપણે વિકસાવાઈ રહેલા ગ્રીન રિન્યુએબલ્સ અંગે મહત્વની વિગતો જણાવવાની સાથે જ તેમણે ઉદ્યોગ પરિષદની બેઠક દરમિયાન વૈશ્વિક પ્રેક્ષકોના પ્રશ્નોને સંબોધિત કર્યાં હતાં.

ઇન્ડિયન ઓઇલનાં પ્રતિનિધિમંડળે એલપીજી ઉપરાંત બદલાઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિ તેમજ ભારતમાં ઓટોગેસનાં ભવિષ્ય અને પડકારો વિશે પણ ચર્ચા કરી હતી.

Total Visiters :119 Total: 678607

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *