બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન 330 લાખ કરોડ, ભારતના જીડીપી કરતા વધુ

Spread the love

4 ટ્રિલિયન ડોલરથી વધારે કેપ સાથે ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું

મુંબઈ

ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. ગઈકાલે બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યું હતું. આ સપાટી ઝડપથી વધતી જોવા મળી અને 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડ થઇ ગઈ છે.  જો આ આંકડા પર નજર કરીએ તો તે ભારતના જીડીપી કરતા પણ વધુ છે. 

4 ટ્રિલિયન ડોલરથી વધારે કેપ સાથે ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું છે. પ્રથમ ચાર નંબર પર ક્રમશ અમેરિકા,ચીન, જાપાન અને હોંગકોંગની શેરબજાર સ્થાન ધરાવે છે. પાછળના બે વર્ષમાં ભારતીય શેરબજાર ઝડપથી ગતિ કરી રહ્યું છે અને ઓછા સમયમાં આ એક નવો મુકામ હાંસલ કર્યો છે.

દેશમાર્કેટ વેલ્યુ 
અમેરિકા48 ટ્રિલિયન ડોલર
ચીન 10.7 ટ્રિલિયન ડોલર
જાપાન5.5 ટ્રિલિયન ડોલર
હોંગકોંગ   4.7 ટ્રિલિયન ડોલર
ભારત 4.1 ટ્રિલિયન ડોલર

છેલ્લા 20 વર્ષમાં બીએસઈની માર્કેટ વેલ્યુમાં 33 ગણો વધારો જોવા મળ્યો છે, સપ્ટેમ્બર 2003માં 10 લાખ કરોડ રૂપિયા હતો. બીજી તરફ, શેરબજારના બીજા ઇન્ડેક્સ નિફ્ટી-50એ પણ આ વર્ષે નવા રેકોર્ડ બનાવ્યા અને સપ્ટેમ્બર 2023માં 20,000નો આંકડો પાર કર્યો હતો.

Total Visiters :82 Total: 838004

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *