ખંભાતના ધારાસભ્ય કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું

Spread the love

કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં બાદ ગૃહની સંખ્યા ઘટીને 180 પર પહોંચી, ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું

અમદાવાદ

દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યુ હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય રાજીનામુ આપ્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ આજે રાજીનામુ આપ્યું છે. 

ગુજરાતમાં 182 સભ્યોની વિધાનસભામાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ સંખ્યા ઘટીને 181 થઈ હતી, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં બાદ આ સંખ્યા ઘટીને 180 પર પહોંચી ગઈ છે. આજે ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું છે. ચિરાગ પટેલ 2022ની વિધાસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલને 3711 મતથી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા.

Total Visiters :54 Total: 744742

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *