દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલને ત્રીજી વખત ઈડીના સમન્સ

Spread the love

ઈડીના આ સમન્સ ગેરકાયદે અને રાજકીય રીતે પ્રેરિત છે, મેં મારું આખું જીવન ઈમાનદારી અને પારદર્શકતા સાથે વિતાવ્યું હોવાની કેજરીવાલની કેફિયત


નવી દિલ્હી
લોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે. તમામ પક્ષો પોતાની વ્યૂહનીતિ ઘડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ) છેલ્લા ઘણાં સમયથી મુશ્કેલીમાં છે અને તેના મોટા નેતાઓ હાલ જેલમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના દારૂ કૌભાંડમાં પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને ત્રણ વખત સમન્સ પાઠવ્યા છે.
નવેમ્બર 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિની શરૂઆત કરી હતી, તેના કરણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ મળી હતી. જોકે, ભાજપ દ્વારા દારૂ વેચવા માટેના લાયસન્સ આપવામાં ગોટાળો થયનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના અનુસાર, પાર્ટીના મનપસંદ ડીલરોને લાભ મળ્યો. જુલાઈ 2022 સુધીમાં મામલો એટલો ગરમાયો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ મુખ્ય સચિવ પારેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમા સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બાદમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી હતી.
અહેવાલ અનુસાર, દિલ્હી દારૂ કૌભાંડના આરોપી અને મુખ્યમંત્રી અથવા તેમના નજીકના સહયોગી વચ્ચેની કેટલીક વોટ્સએપ ચેટ અને ફેસટાઇમ કોલની વિગતો સહિત કેટલાક એવા પુરાવા મળ્યા છે, જે આબકારી નીતિને લાગુ કરવામાં દિલ્હી સરકારના કેટલા વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓની મિલીભગતના સંકેત આપે છે. આપના વડા હોવાને કારણે કેજરીવાલ આવા તમામ વ્યવહારો વિશે જાણતા હતા અને તેમની હાજરીમાં કેટલાક કાગળો પર સહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના દારૂ કૌભાંડમાં મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડીના બે સમન્સની અવગણના કરી હતી અને ત્રીજી વખત હાજર થવા માટે અસમર્થતા દર્શવી છે. ઈડીને લખેલા જવાબી પત્રમાં કેજરીવાલે એજન્સીને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં હાજર થવા માટે આપવામાં આવેલ સમન્સ પાછું ખેંચવા કહ્યું છે અને આરોપ લગાવ્યો છે કે ઈડીના આ સમન્સ ગેરકાયદે અને રાજકીય રીતે પ્રેરિત છે. મેં મારું આખું જીવન ઈમાનદારી અને પારદર્શકતા સાથે વિતાવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.

Total Visiters :62 Total: 677667

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *