શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે “ગોસેવા મહોત્સવ”નું આયોજન

Spread the love

સનાતન-હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયોની સેવા અને પૂજન અર્ચન કરવાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. મકરસંક્રાંતિ નિમિત્તે શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે તા.13, 14, 15 જાન્યુઆરી-2024 સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન ગોસેવા આધારિત મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ત્રણેય દિવસ સવારે 8-30 તથા સાંજે 6-30 કલાકે ગોઆરતી કરવામાં આવશે.

સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે ગૌલોકવાસી પ્રેમ ભાગવત શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી (દાદાજી) દ્વારા સ્થાપિત શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ સ્થિત શ્રીલક્ષ્મીનારાયણ ગોશાળામાં 275થી વધારે ગોમાતાઓની અવિરત સેવા થઈ રહી છે. મકરસંક્રાંતિ નિમિત્તે શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે તા.13, 14, 15 જાન્યુઆરી-2024 દરમિયાન ગોસેવા આધારિત મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, તો સર્વે વૈષ્ણવો અને શ્રધ્ધાળુઓએ આ ત્રિદિવસીય “ગોમહોત્સવપર્વમાં સહપરિવાર પધારી ગોપૂજા, ગોહગ, ગાય સાથે સેલ્ફી, ગોપ્રદક્ષિણા, ગોકથા, ગોઆરતી, પ્રદર્શનનો લાભ જરૂર લેશો. સાથોસાથ આરોગ્યને લગતી બાબતો, ગાયનું દૂધની માહિતી, ગાયને લગતા ગોબાયપ્રોડક્ટ જેવા, જીવામૃત, ખાધ, બીજામૃત, ઘનામૃત, દસપર્ણી અર્ક, અગ્નિ અસ્ત્ર, ગૌમૂત્ર અર્ક, અગરબતી, દિવેલા, ધૂપ અને ધૂપસળી, હવન કાસ્ટ, સાબુ શેમ્પુ, વાસણ ધોવાનો પાઉડર, નાના મોટા પોર્ટ, સેનેટર વગેરેની માહિતી જરૂર મેળવશો.

Total Visiters :222 Total: 677719

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *