આઇજીસીએમઆઇએલએ ગિફ્ટ સિટીમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યું

????????????????????????????????????
Spread the love

આઇજીસીએમઆઇએલ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સહિત ઇન્ડિયન ઓઇલની વિસ્તૃત મૂડી ખર્ચ યોજનાઓ માટે વિદેશી રોકાણોને આકર્ષિત કરવા માટે એક મંચ ઉપલબ્ધ બનાવશે

????????????????????????????????????

ગાંધીનગર

ઇન્ડિયન ઓઇલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આઇઓસી ગ્લોબલ કેપિટલ મેનેજમેન્ટ આઇએફએસસી લિમિટેડ (આઇજીસીએમઆઇએલ)એ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે પ્રથમ ટ્રાન્ઝેક્શન હાથ ધર્યું હતું. ઇન્ડિયન ઓઇલની વર્તમાન ઇસીબી (બાહ્ય વાણિજ્યિક ઋણ) લોનના પુનઃધિરાણ માટે ડીબીએસ બેંક સિંગાપોર પાસેથી લોન લેવાના આ સોદાની ટર્મશીટ પર આઇજીસીએમઆઇએલના ડિરેક્ટર રુચિર અગ્રવાલ અને ડીબીએસ બેંકના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ વિકાસ ઓમ સહાય દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સોદો આઇએફએસસી ગિફ્ટ સિટીનાં ભારતમાં વિદેશી મૂડી લાવવાનાં અને ભારતીય બેંકિંગ ઉદ્યોગની ક્ષમતા વ્યાપક બનાવવાના વિઝનને અનુરૂપ છે.

આ મહત્વપૂર્ણ પ્રસંગે ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય, ઇન્ડિયન ઓઇલના ડિરેક્ટર (ફાઇનાન્સ) અનુજ જૈન, આઇજીસીએમઆઇએલના ચેરમેન સંજય કૌશલ અને કોર્પોરેટ ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ફાઇનાન્સ) અને ઇન્ડિયન ઓઇલના સિનિયર મેનેજમેન્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

આ સીમાચિહ્નરૂપ સિદ્ધિની પ્રશંસા કરતાં વૈદ્યએ જણાવ્યું હતું કે, “આઇજીસીએમઆઇએલ મારફતે અમારો ઉદ્દેશ અમારા વિદેશી રોકાણોમાં વધુ સુસંગતતા અને નિયંત્રણ લાવવાનો, અમારા નાણાકીય કાર્યોને શ્રેષ્ઠ બનાવવાનો અને અમારી વૈશ્વિક હાજરીને વ્યાપક બનાવવાનો છે..આઇજીસીએમઆઇએલ રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સહિત ઇન્ડિયન ઓઇલની વિસ્તૃત મૂડી ખર્ચ યોજનાઓ માટે વિદેશી રોકાણોને આકર્ષિત કરવા માટે એક મંચ ઉપલબ્ધ બનાવશે. આઇજીસીએમઆઇએલ દ્વારા શરૂ કરનારા એક સાહસ દ્વારા જહાજ સંપાદન, ધિરાણ અને લીઝિંગની કામગીરી કરાશે. આ ક્ષેત્રમાં સાહસ કરીને, અમે અમારી કંપનીને ભૂરાજકીય ગતિવિધિઓની અનિશ્ચિતતાથી બચાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ, જે લાંબા ગાળા માટે અમારી ઊર્જા સપ્લાય ચેઇનને સુરક્ષિત કરે છે. “

Total Visiters :645 Total: 678669

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *