બેઠક વહેંચણી મામલે એક તરફી નિર્ણય ન લઈ શકાયઃ જયરામ રમેશ

Spread the love

હજુ સુધી અમારા તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, ગઠબંધનમાં સામેલ તમામ સભ્યોનો સમાન મત હોવો જોઈએઃ કોંગ્રેસ નેતા

કટિહાર

ઈન્ડિયાગઠબંધનમાં સીટ વહેંચણીનું કોકડુ હજુ પણ વણઉકેલાયેલું જ છે. સીટ વહેંચણીના ફસાયેલા પેચ માટે કોઈ સુખદ સમાધાન નથી આવ્યું. ત્યારે હવે ગઠબંધનમાં સીટ વહેંચણી પર ચાલુ થયેલા રાજકીય ઘમાસાણ પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા આપી છે. તેમણે ગઠબંધનમાં સામેલ પક્ષોને ચેતવણી આપતાં કહ્યું કે આ મુદ્દે બધાનો સમાન મત હોવો જોઈએ.

ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, હજુ સુધી અમારા તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ગઠબંધનમાં સામેલ તમામ સભ્યોનો સમાન મત હોવો જોઈએ. એકતરફી નિર્ણયો ન લઈ શકાય, ઈન્ડિયા  ગઠબંધનમાં ત્રણ પાર્ટીઓ છે. જો આ ત્રણેય પાર્ટી અલગ-અલગ લડવા માંગતી હોય તો સત્તાવાર રીતે તેની ઘોષણા કરવી જોઈએ.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, સીટ વહેંચણી પર હજુ અમે વિચાર કરી રહ્યા છીએ કે, ઈન્ડિયાગઠબંધન પશ્ચિમ બંગાળમાં પણ એક સાથે લડશે કે નહીં.

Total Visiters :65 Total: 678964

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *