ભાજપને 2022-23માં 2361 કરોડની આવક, 1361 કરોડ રુપિયાનો ખર્ચ

Spread the love

પાર્ટીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર ભાજપે પ્રચાર પર 844 કરોડ રૂપિયા અને પ્રવાસ પર 132 કરોડ રૂપિયા ખર્ચ્યા


નવી દિલ્હી
રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી આવક અને ખર્ચની વિગતો મુજબ ભાજપને મળતા દાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને 2021-22ની સરખામણીમાં 2022-23માં 23 ટકા વધુ દાન મળ્યું છે.
જેમાં તેને કુલ રૂ. 2361 કરોડની આવકમાંથી 54 ટકા રકમ ચૂંટણી બોન્ડમાંથી મળી હતી. જો ખર્ચની વાત કરીએ તો તેમાં પણ જબરદસ્ત વધારો થયો છે. ભાજપે 1361 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જે ગયા વર્ષ કરતા 59 ટકા વધુ છે. પાર્ટીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર ભાજપે પ્રચાર પર 844 કરોડ રૂપિયા અને પ્રવાસ પર 132 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
અહેવાલ અનુસાર, ભાજપને એક વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડથી 1294 કરોડ રૂપિયા મળ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા વધુ છે. આ સિવાય વ્યક્તિગત દાન, કોર્પોરેટ અને ઈલેક્ટોરલ ટ્રસ્ટ પર મળતી રકમમાં ઘટાડો થયો હતો. ભાજપની આ આવક 721.7 કરોડથી ઘટીને 648 કરોડ થઇ ગઇ છે. આ સિવાય પાર્ટીને લાઈફ ટાઈમ સપોર્ટ ફંડથી ઘણો ફાયદો થયો છે. જેમાં અંદાજે 9 ગણો વધારો થયો છે.
ખર્ચની વાત કરીએ તો ભાજપે 2022-23માં બજેટનો 80 ટકા હિસ્સો ચૂંટણી અને સામાન્ય પ્રોપોગેન્ડા પર ખર્ચ કર્યો છે. તેમાં અંદાજે 1092 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ 2021-22ની સરખામણીમાં લગભગ બમણી રકમ છે. જેમાં 844 કરોડ રૂપિયા પ્રચાર પાછળ અને 132 કરોડ રૂપિયા પ્રવાસ પર ખર્ચવામાં આવ્યા હતા.
કોંગ્રેસની વાત કરીએ તો તેને મળતા દાનમાં ઘટાડો થયો છે, જ્યારે ખર્ચમાં વધારો થયો છે. પાર્ટીની હાલત એવી છે કે આવક ઓછી અને ખર્ચ વધુ એટલે કે આમદની અઠન્ની ઔર ખર્ચા રૂપૈયા. એક વર્ષ અગાઉની સરખામણીમાં 2022-23માં ઘટાડો જોવા મળ્યો હતો. કોંગ્રેસને 2021-22માં 541 કરોડ રૂપિયા મળ્યા હતા, જે 2023-24માં ઘટીને 452 કરોડ રૂપિયા થઈ ગયા હતા. ખર્ચની વાત કરીએ તો એક વર્ષમાં તે 400 કરોડ રૂપિયાથી વધીને 467 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ રીતે પાર્ટીનો ખર્ચ આવકને વટાવી ગયો છે. ઈલેક્ટોરલ બોન્ડમાંથી કોંગ્રેસને મળનારી રકમમાં 63 ટકાનો ઘટાડો થયો છે. પાર્ટીને તેની કુલ આવકના 38 ટકા બોન્ડ્સમાંથી મળ્યા હતા. જે માત્ર રૂ. 236 કરોડ જેટલા થાય છે. અન્ય પક્ષોની વાત કરીએ તો ગયા વર્ષે આમ આદમી પાર્ટીને 85.1 કરોડ રૂપિયા, સીપીએમને 141.6 કરોડ રૂપિયા અને એનપીપીને 7.5 કરોડ રૂપિયા મળ્યા હતા.

Total Visiters :45 Total: 678402

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *