વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન

Spread the love

જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા

વડોદરા

વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું.

હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું, ત્યારે હવે પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો લાગ્યો છે.  તેઓ શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા હતા. જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા. તેમણે ઇરફાન અને યુસુફ પઠાણ તેમજ હાર્દિક અને કૃણાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. જસ્મીન નાયકે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં તેમણે 21 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો. 

ભારતીય ક્રિકેટ જગતના અગ્રણી અને પૂર્વ ક્રિકેટર ડી. કે. ગાયકવાડનું 13મી ફેબ્રુઆરીએ 95 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. દત્તાજીરાવ ગાયકવાડનો જન્મ 1928ની 27 ઓક્ટોબરએ થયો હતો. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટર અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા. તેઓ ઘણા દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. 

Total Visiters :46 Total: 678614

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *