છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં રાહુલ અને બુમરાહની વાપસી

Spread the love

વોશિંગ્ટન સુંદરને તમિલનાડુ માટે રણજી ટ્રોફીની સેમિફાઇનલ રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો, જયારે દેવદત્ત પડિક્કાલની ટીમમાં એન્ટ્રી થઇ

ધર્મશાલા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ધર્મશાલામાં રમાનાર પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ બાદ ન રમનાર કે.એલ રાહુલ છેલ્લી ટેસ્ટમાં પણ રમી શકશે નહીં. વર્કલોડ મેનેજમેન્ટના કારણે રાંચી ટેસ્ટમાં ન રમનાર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઇ છે. વોશિંગ્ટન સુંદરને તમિલનાડુ માટે રણજી ટ્રોફીની સેમિફાઇનલ રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો છે, જયારે દેવદત્ત પડિક્કાલની ટીમમાં એન્ટ્રી થઇ છે.

વોશિંગ્ટન સુંદરને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. તે તેની રણજી ટ્રોફી ટીમ તમિલનાડુનો ભાગ હશે જે 2 માર્ચથી શરૂ થનારી મુંબઈ સામેની રણજી ટ્રોફી સેમિફાઇનલ રમશે. જો જરૂર પડશે તો તે ડોમેસ્ટિક મેચો પૂર્ણ થયા બાદ પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમ સાથે જોડાશે. બીસીસીઆઈએ કહ્યું છે કે, “મોહમ્મદ શમીની જમણી એડીની સર્જરી 26 ફેબ્રુઆરી, 2024ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. તે સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં રિહેબ માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે.

પાંચમી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (સુકાની), જસપ્રીત બુમરાહ (વા.કે), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકી), કે.એસ ભરત (વિકી), દેવદત્ત પડિક્કલ, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ

Total Visiters :57 Total: 677825

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *