ભારતમાં આજથી રમઝાન મહિનાની શરૂઆત થઈ શકે છે

Spread the love

મજમાહ યુનિવર્સિટી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીએ રમઝાનનો ચાંદ દેખાયાની પુષ્ટી પણ કરી

દોહા

સાઉદી અરબમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ ગયો છે. ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે હવે એ પણ નક્કી થઇ ગયું છે કે ભારતમાં આવતીકાલથી રમઝાન મહિનાની શરૂઆત થઇ શકે છે અને આજ રાતથી પહેલી તરાવીહની શરૂઆત પણ થઈ શકે છે. 

રમઝાન મહિનો મુસ્લિમ કેલેન્ડરનો નવમો મહિનો છે અને તેનું ખૂબ જ મહત્ત્વ છે. આ પવિત્ર મહિનામાં જ ઈસ્લામ ધર્મના ધાર્મિક પુસ્તક કુરાન શરીફનું અનાવરણ થયું હતું. સાઉદી અરબમાં હવે રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ જતાં ત્યાં આજથી પહેલો રોજો શરૂ થઇ ગયો છે. મજમાહ યુનિવર્સિટી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીએ રમઝાનનો ચાંદ દેખાયાની પુષ્ટી પણ કરી હતી. 

હવે રમઝાન મહિનાની શરૂઆત ભારતમાં આવતીકાલ એટલે કે 12 માર્ચથી થશે અને તેનું સમાપન 9 એપ્રિલે થઇ શકે છે. એ પણ ચંદ્ર પર નિર્ભર રહેશે. આગામી 10 એપ્રિલ આજુબાજુ ઈદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી શકે છે. 

Total Visiters :204 Total: 678257

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *