ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે તેની પહેલી સેટેલાઇટ પીએમએસ – ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો લોન્ચ કર્યો

Spread the love

મુંબઈ 

  ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડે (“ASK”) ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. આ ASKનો પહેલો સેટેલાઇટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ (પીએમએસ) ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ છે.

રોકાણકારોને વિશાળ તથા મોટી તકો પૂરી પાડતા હોય તેવા સેક્ટર્સના ઊંચા વિકાસના તબક્કાની તક ઝડપવા આ અપ્રોચ મુખ્યત્વે એક સમયે ચોક્કસ પસંદગીની થીમ કે સેક્ટર્સમાં રોકાણ કરશે જેમાં માળખાકીય પરિવર્તન ચાલી રહ્યું હોય. સમયાંતરે ગતિશીલતામાં સંભાવના રહેલી છે એટલે કે થીમ્સ બદલવા માટેની ફ્લેક્સિબિલિટી છે જે વ્યાપક રોકાણ ફિલસૂફીને યથાવત રાખે છે. થીમ્સ ટોપ-ડાઉન કે બોટમ-ડાઉન બેસિસ પર રાખી શકાય છે જ્યારે બિઝનેસીસની પસંદગી બોટમ-અપ બેસિસ પર રહેશે. આ પ્રોડક્ટનો બેન્ચમાર્ક બીએસઈ 500-ટીઆરઆઈ રહેશે.

પોર્ટફોલિયો યુએચએનઆઈ (અલ્ટ્રા હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ), એચએનઆઈ (હાઇ નેટ વર્થ ઇન્ડિવિડ્યુઅલ), ફેમિલી ઓફિસીસ, કોર્પોરેટ ટ્રેઝરી અને પ્રાઇવેટ ફેમિલી ટ્રસ્ટ માટે યોગ્ય છે જેઓ તેમના પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન સોલ્યુશન્સ ઇચ્છે છે.

આ પ્રસંગે ASK એસેટ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ ગ્રૂપના એમડી અને સીઈઓ શ્રી સુનિલ રોહોકાલેએ જણાવ્યું હતું કે, “અમે વિભિન્ન ઓફરિંગ સાથે આગળ વધવાનું ચાલુ રાખીએ છીએ અને અમે પીએમએસ અને એઆઈએફ માર્કેટની મજબૂત વૃદ્ધિનો લાભ ઉઠાવી રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષમાં પીએમએસ ઉદ્યોગ લગભગ બમણો થયો છે, જે લગભગ રૂ. 2.5 લાખ કરોડથી વધીને આશરે રૂ. 4.9 લાખ કરોડ થયો છે. આગામી 8-9 વર્ષમાં અંદાજે 8 ટ્રિલિયન ઇકોનોમી તરીકે ભારતની અંદાજિત વૃદ્ધિ અને ઉચ્ચ આવક ધરાવતા પરિવારોની સંખ્યા વર્તમાન 60 લાખ પરિવારોથી ચાર ગણી વધીને આશરે 2.5 કરોડ પરિવારો સુધી પહોંચવાની ધારણા સાથે આ ટ્રેન્ડ જોડાયેલો છે. ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં અમારું વ્યૂહાત્મક વિસ્તરણ ઉદ્યોગના વિકાસ અને પ્રગતિ માટેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ડિરેક્ટર અને હેડ-સેલ્સ એન્ડ પ્રોડક્ટ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્ટ્સ શ્રી નિમેષ મહેતાએ જણાવ્યું હતું કે, “ભારતમાં સંપત્તિ સર્જનનો આ સુવર્ણ દાયકો છે. નોંધપાત્ર ફાળવણી ધરાવતા પીએમેસ સાથે ઇક્વિટી રોકાણની વિશાળ સંભાવના છે. ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો સાથે અમે સેટેલાઇટ પીએમએસ સ્કીમ ઇન્વેસ્ટમેન્ટ અભિગમમાં પ્રવેશી રહ્યા છીએ. મૂડીની જાળવણી અને મૂડીનો વધારો એ અમારા મુખ્ય રોકાણ ઉદ્દેશ તરીકે યથાવત રહેશે.”

ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના એસોસિયેટ ડિરેક્ટર અને સિનિયર પોર્ટફોલિયો મેનેજર શ્રી સંદિપ બંસલે ઉમેર્યું હતું કે, “આ પોર્ટફોલિયો એવી થીમ્સમાં રોકાણ કરશે જ્યાં મૂળભૂત ફેરફારોની અસર વધુ હોય અને જે ટકાઉ (ક્ષણિક નહીં) અને મોટા પ્રમાણમાં હોય તેવી શક્યતા હોય. તે બિઝનેસીસના ઊંચી વૃદ્ધિના તબક્કાની તકોનો લાભ લેવા માટે ચોક્કસ ક્ષેત્રોમાં ફોકસ્ડ એક્સપોઝર ધરાવશે અને તે માર્કેટ-કેપ એગ્નોસ્ટિક પોર્ટફોલિયો હશે.”

“આ સ્કીમ માટેના અમારા વર્તમાન ફોકસ ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ, એનર્જી/એનર્જી ટ્રાન્ઝિશન, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ, રેલવે, કેપિટલ ગુડ્સ અને સંલગ્ન ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રો રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ સર્જનની તકો પ્રદાન કરે છે” એમ તેમણે જણાવ્યું હતું.

સંદીપ બંસલ ASK લાઇટહાઉસ પોર્ટફોલિયોનું સંચાલન કરશે. સંદીપ પાસે 20 વર્ષથી વધુનો અનુભવ છે, જેમાંથી 16 વર્ષથી વધુનો ઇક્વિટી માર્કેટમાં છે. અગાઉ તેમણે એસબીઆઈ લાઈફ ઇન્શ્યોરન્સ, યુબીએસ સિક્યોરિટીઝ, કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝ, કેપીએમજી અને સિટી બેંક સાથે કામ કર્યું છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએ કર્યું છે.

જાન્યુઆરી 2024 મુજબ સેબીના ડેટા પ્રમાણે બ્લેકસ્ટોનના સમર્થન ધરાવતું આસ્ક ભારતનું સૌથી મોટું ડોમેસ્ટિક ડિસ્ક્રેશનરી ઇક્વિટી પીએમએસ હાઉસ છે (એફપીઆઈ અને ઈપીએફઓ સિવાય ડોમેસ્ટિક લિસ્ટેડ ઇક્વિટી). 

Total Visiters :95 Total: 678633

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *